વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય જોયાં હોય અને પછી રેસ્ટોરાંમાં દાખલ થાવ ત્યારે ઝાટકો લાગે કે અહીં તો ટેબલ્સ એટલાં નજીક નજીક છે કે બાજુમાં બેઠેલા બીજા કપલ સાથે કોણી અથડાય! તો?