સવાલ લખી મોકલનારઃ નિરવ વોરા, રાજકોટ
આપણે પોતે આપેલી માહિતીના આધારે! જેમ એફએમ રેડિયો ચેનલ પર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકો રેડિયો સ્ટેશનની ઓફિસે ફોન કરીને ટ્રાફિક અપડેટ્સ આપે છે અને આરજે એ માહિતી બાકીના શ્રોતાઓ સુધી પહોંચાડે છે, કંઈક એ જ રીતે ગૂગલ મેપ્સ અને તેના જેવી મેપિંગ સર્વિસીઝ લાઇવ ટ્રાફિક અપડેટ્સ આપે છે. આ માહિતી પીસી પર પણ ગૂગલ મેપ્સમાં જોઈ શકાય છે.