જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમારા પોતાના ધ્યાનમાં આવે એ પહેલાં, તમે ડેસ્કટોપ કરતાં મોબાઇલમાં વધુ નેટ સર્ફિંગ કરતા થઈ ગયા હશો! મોબાઇલ બ્રાઉઝિંગ સતત વધી રહ્યું છે અને આ ક્ષેત્રની કેટલીક ગ્લોબલ કંપનીઓના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૩માં દુનિયામાં જેટલું નેટ બ્રાઉઝિંગ થયું તેમાંથી ૨૧.૬ ટકા મોબાઇલ પર થયું. વર્ષની શરુમાં આ આંકડો ૧૩ ટકા હતો.