કદાચ મોટા ભાગના લોકોની જેમ તમે પણ પીસી, લેપટોપ અને સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો. આ બ્રાઉઝર ઘણી બધી રીતે ચઢિયાતું છે, પરંતુ જો તમે લેપટોપમાં ક્રોમનો ઉપયોગ કરતા હો તો તમે કદાચ જાણતા હશો કે જ્યારે તમે ક્રોમનો વધુ ઉપયોગ કરો ત્યારે લેપટેપની બેટરી વધુ ઝડપથી ખાલી થાય છે. ગૂગલ પોતે આ વાત જાણે છે અને અગાઉ તેણે આ બાબતે ઘટતું કરવાની ધરપત આપી હતી, પરંતુ હવે લાગે છે કે માઈક્રોસોફ્ટે આ વાતનો પૂરો લાભ લેવાની કોશિષ શરૂ કરી દીધી છે.