fbpx

ચાર ગણી ઝડપે બ્રાઉઝિંગ!

By Content Editor

3

છેલ્લા થોડા સમયથી, તમે તમારા મોબાઇલમાં વેબસર્ફિંગ કરતા હો ત્યારે તેમાં તમને કોઈ ફેરફાર થયો હોય તેવું લાગ્યું છે? એટલે કે તમે કોઈ વેબપેજ ઓપન કરો ત્યારે અગાઉની સરખામણીમાં હવે એ ફટાફટ ઓપન થવા લાગ્યાં હોય એવું લાગે છે? ગૂગલ કહે છે કે એવું લાગવું જોઈએ! ચોક્કસ આંકડો કહીએ તો વેબપેજ ચાર ગણી વધુ ઝડપે લોડ થવું જોઈએ અને અગાઉ કરતાં એ વેબપેજ ૮૦ ટકા ઓછો ડેટા વાપરતું હોવું જોઈએ!

યે બાત કુછ હજમ નહીં હુઈ, કેમ? પણ શક્ય છે કે આ હકીકત હોય. તમારા ફોનમાં ૨-જી ડેટા પ્લાન હોય કે ૩-જી, ઘણી વાર બ્રાઉઝિંગ વખતે પેજ ખાસ્સી ઓછી ઝડપે લોડ થતાં હોય એવો તમારો અનુભવ હશે. ટેક કંપનીઓ આ સ્થિતિ બદલવા માગે છે.

આપણા દેશમાં સ્માર્ટફોનનું વેચાણ અને વપરાશ બંને સતત વધી રહ્યાં છે અને કેટલાય લોકો સ્માર્ટફોન દ્વારા જ ઇન્ટરનેટના પહેલવહેલા પરિચયમાં આવી રહ્યા છે. ભારતની કુલ વસતિ જોતાં, આ પ્રમાણ હજી ઘણું વધી શકે તેમ છે, ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનું માર્કેટ સહેલાઈથી સેચ્યુરેટ થાય તેમ નથી. આ કારણે મોટી મોટી ટેક કંપનીઓ ભારતીયો એટલે કે મને અને તમને રીઝવવા આકાશ-પાતાળ એક કરી રહી છે!

તમે જાણતા જ હશો કે ફેસબુકે મોબાઇલ માટે ફેસબુક લાઇટ એપ લોન્ચ કરી છે, આ એપ, ફેસબુકની ઓરિજિનજલ એપ કરતાં અત્યંત ઓછી જગ્યા રોકે છે, ફટાફટ લોડ થાય છે, ફોનમાં ભારતીય ભાષાના ફોન્ટ ન હોય તો પણ ભારતીય લખાણ બતાવે છે અને ડેટાનો ઓછો વપરાશ કરે છે (વધુ વિગતો માટે જુઓ ઓગસ્ટ ૨૦૧૫ અંક). સસ્તું, સારું, નમતું અને ઉધાર જેવી વાત થઈને?! આમાં કેટલોક ભોગ આપવો પડે, પણ ઘણા ખરા લોકોને તેનો વાંધો ન હોઈ શકે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!