Home Tags Google chrome

Tag: google chrome

તમારો પાસવર્ડ અસલામત છે કે નહીં એ તપાસવાની સહેલી રીત

તમારા પીસીના ક્રોમ બ્રાઉઝરમાં એક મહત્ત્વનું એક્સ્ટેન્શન આજે જ ઉમેરી લો. તમે કેટલાક આળસુ છો? તોછડો સવાલ વાંચીને અકળાશો નહીં. આગળ વાંચશો તો તમે પણ ખુલ્લા દિલે સ્વીકારશો કે કદાચ તમે પણ અડધી દુનિયાની જેમ આ એક ચોક્કસ બાબતે તો આળસુ જ છો! સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટને કારણે આપણે અનેક જાતની ઓનલાઇન સર્વિસિઝનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ ગૂગલ કે ફેસબુક જેવી જાણીતી સર્વિસ ઉપરાંત કેટકેટલી જગ્યાએ આપણે ઓનલાઇન ખાતાં ખોલીને બેઠા હોઈએ એટલે દરેક જગ્યાએ પાસવર્ડની પળોજણ સૌને આકરી લાગે છે. કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટની સલામતી...

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે આપણે એમના પેજ પર પહોંચીએ ત્યારે આપણને એવો વીડિયો જોવામાં જ રસ હોય છે એટલે એ વીડિયો આપોઆપ ચાલુ કરી દે છે - આપણી વીડિયો જોવાની ઇચ્છા હોય કે ન હોય. આપણે એકથી વધુ ટેબમાં બ્રાઉઝિંગ કરી રહ્યા...

ક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે. આપણી આવી જાસૂસી કરવાની મોટી જવાબદારી સંભાળે છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન ઇન્ટરનેટના દરવાજા જેવાં છે. મોટા ભાગે આપણે ત્યાંથી જ ઇન્ટરનેટમાં દાખલ થઈએ છીએ અને જુદી જુદી પ્રવૃત્તિ કરીએ છીએ. ગૂગલ સર્ચ એન્જિન સૌથી વધુ લોકપ્રિય છે અને એટલું જ તે આપણી...

એકથી વધુ ટેબ્સ એક સાથે ખસેડો

પીસીમાં બ્રાઉઝરમાં ટેબની સગવડ મળવાને કારણે આપણું બ્રાઉઝિંગ બિલકુલ બદલાઈ ગયું છે. હવે આપણે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ વિન્ડોમાં ખોલવાની જરૂર રહી નથી. પરંતુ ઘણી વાર એવું બની શકે કે આપણે કોઈ ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેટા વિષયો મુજબ આપણે અલગ અલગ વેબસાઇટ્સને અલગ અલગ વિન્ડોમાં રાખવી જરૂરી બને, જેથી આપણે જે તે પેટા વિષય પર ફોકસ્ડ રહી શકીએ. આમ તો આપણે બ્રાઉઝરમાં એક વિન્ડોને સ્ક્રીન પર અડધી રાખીને તેમાંની ટેબને માઉસથી ખેંચીને બહાર લઈ જઇએ એટલે બ્રાઉઝરની નવી...

ગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા

આપણી વાસ્તવિક જિંદગીની સાથોસાથ ડિજિટલ લાઇફ પણ અંગત અને વ્યાવસાયિક એમ બે ભાગમાં વહેંચાયેલી છે. બંને વચ્ચે સંતુલ રાખવા માટે ક્રોમની આ સુવિધા અપનાવવા જેવી છે... આ લેખમાં આગળ વધતાં પહેલાં નીચેના સવાલોના જવાબ આપો: તમે તમારા અંગત ઉપયોગ માટે અને કામકાજના ઉપયોગ માટે અલગ અલગ જીમેઇલ એકાઉન્ટ ધરાવો છો? તમારે ઘર અને ઓફિસમાં કમ્પ્યુટર પર જુદા જુદા હેતુઓ માટે કામ કરવાનું થાય છે? તમારી ઓફિસમાં એક જ કમ્પ્યુટરનો જુદા જુદા લોકોએ ઉપયોગ કરવાનો થાય છે? તમારા પરિવારમાં એક જ પીસી કે લેપટોપનો એકથી વધુ...

વેબસાઈટ સલામત છે? તપાસી જુઓ

ઇન્ટરનેટ પર તમે કોઈ પણ વેબસાઇટ પર ખાબકો ત્યારે તમારી નજર અર્જુનની જેમ એ વેબપેજના કન્ટેન્ટ પર જ હોય છે કે બ્રાઉઝરની સમગ્ર વિન્ડો પર, જુદી જુદી બાજુ પણ તમારી નજર ફરે છે? દરેક બાબતમાં અર્જુન થવામાં લાભ નથી, ખાસ કરીને વાત જ્યારે ઇન્ટરનેટ પર સલામતીની હોય. હવે પછી તમે કોઈ વેબપેજ પર જાઓ ત્યારે સીધા કન્ટેન્ટ પર નજર દોડાવતાં પહેલાં, બ્રાઉઝરના એડ્રેસબારમાં, પેજના યુઆરએલની આગળ નજર સ્થિર કરો. ત્યાં ‘સિક્યોર’ લખેલું જોવા મળે છે કે ગોળ કૂંડાળામાં ‘આઈ’ દેખાય છે? સિક્યોર કે આઇ બંને...

ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!

અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે. હેતુ એ છે કે એ ઇમેજ જે વેબપેજ પર હોય તેના પર ગયા વિના કોઈ એ ઇમેજ સેવ કરી ન લે. મતલબ કે, ગૂગલનું આ વિકલ્પને બંધ કરવાનું કારણ એક તો ઇમેજની થતી ચોરી...

મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં ટેબ્ડ બ્રાઉઝિંગ સહેલું બનશે આ રીતે…

જો તમે સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો પીસીની જેમ તેમાં પણ જુદી જુદી ટેબ્ઝ ઓપન કરીને સર્ફિંગ કરતા હશો. બ્રાઉઝરમાં મથાળે એડ્રેસ બારની બાજુમાં ચોરસમાં જે સંખ્યા દેખાતી હોય છે તે આપણે ઓપન કરેલા ટેબ્ઝની હોય છે. તેના પર ક્લિક કરીને ઓપન કરેલી બધી ટેબ્ઝ જોઈ શકાય છે અને મથાળે પ્લસ પર ક્લિક કરીને નવી ટેબ ઓપન કરી શકાય છે. આ તો તમે કદાચ જાણતા હશો. પણ હવે નવી વાત જાણો. તમે ઓપન કરેલી જુદી જુદી ટેબ્ઝ વારાફરતી જોવા માટે બ્રાઉઝરના એડ્રેસ બાર પર...

ઘર કે ઓફિસના પીસીમાં કામ કરો – ગમે ત્યાંથી!

વોટ્સએપમાં ફરતી આ રમૂજ તમે પણ કદાચ વાંચી હશે... પોતાની ઓફિસમાં બેઠેલા એક ભાઈને ઘરના પીસીમાં સેવ કરેલી એક ફાઈલની જરૂર પડી. એમણે ઘેર પત્નીને ફોન કર્યો અને કમ્પ્યુટર સ્ટાર્ટ કરવા કહ્યું. પત્નીએ એટલું કર્યા છી, તેમણે સૂચના આપી, "હવે ડેસ્કટોપમાં નીચે આપેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કર. એક મેનૂ ખુલ્યું? હવે, ઉપર જો, શું દેખાય છે? પત્નીએ પતિની સૂચનાનું પાલન કર્યું, ઉપર જોયું ને પછી ભોળાભાવે જવાબ આપ્યો, "પંખો! પેલા ભાઈ પોતાને જોઈતી ફાઈલ સુધી ક્યારેય પહોંચી શકે ખરા?! આ તો રમૂજ છે એ વાત પતિ કે...

ક્રોમ બ્રાઉઝરની અજાણી ખૂબીઓ

આગળ શું વાંચશો? ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમ બ્રાઉઝર એક સારું મીડિયા પ્લેયર પણ છે એ તમે જાણો છો? તમારા કમ્પ્યુટરમાંની કોઈ પણ ફોર્મેટમાંની મ્યુઝિક કે વીડિયો ફાઇલ ડ્રેગ કરીને ક્રોમની નવી ટેબમાં ડ્રોપ કરી જુઓ. ક્રોમ બ્રાઉઝર સંખ્યાબંધ ફોર્મેટની મીડિયા ફાઇલ્સ પ્લે કરી શકે છે. ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમમાં ગેમ પણ રમી શકાય છે. વર્ષો જૂની બ્રેકઆઉટ કે પેકમેન ગેમ તમે રમ્યા છો? આ ગેમ્સ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.