અંગ્રેજી શીખવા માટે કોઈ ચોક્કસ સાઇટ જ કામ લાગે એવું નથી. ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ફ કરતાં કરતાં, કોઈ ખાસ પ્રયાસ વિના પણ તમે આ ભાષામાં ઊંડા ઊતરી શકો છો, જાણો કઈ રીતે…
જુદાં જુદાં કારણોસર સતત વિવાદમાં રહેતા, તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર તેમના ફાંકડા અંગ્રેજી માટે પણ ખાસ્સા જાણીતા છે. જેમ સાઉથના સ્ટાર રજનીકાંતની સ્ટાઇલને નામે અનેક રમૂજ વાઇરલ થતી રહે છે, એમ શશી થરૂરના રુઆબદાર ઇંગ્લિશ માટે સેંકડો રમૂજ ફરતી રહે છે. ફેર ફક્ત એટલો છે કે શશી થરૂર ખરેખર ઇંગ્લિશ ભાષા પર જબરું પ્રભુત્વ ધરાવે છે. જો તમને અંગ્રેજી ભાષામાં ઊંડો રસ હોય તો યુટ્યૂબ પર શશી થરૂરની વિવિધ વિષયો પરની સ્પીચ સાંભળવી એ એક લ્હાવો છે.