Home Tags Browser extensions

Tag: browser extensions

તમારો પાસવર્ડ અસલામત છે કે નહીં એ તપાસવાની સહેલી રીત

તમારા પીસીના ક્રોમ બ્રાઉઝરમાં એક મહત્ત્વનું એક્સ્ટેન્શન આજે જ ઉમેરી લો. તમે કેટલાક આળસુ છો? તોછડો સવાલ વાંચીને અકળાશો નહીં. આગળ વાંચશો તો તમે પણ ખુલ્લા દિલે સ્વીકારશો કે કદાચ તમે પણ અડધી દુનિયાની જેમ આ એક ચોક્કસ બાબતે તો આળસુ જ છો! સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટને કારણે આપણે અનેક જાતની ઓનલાઇન સર્વિસિઝનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ ગૂગલ કે ફેસબુક જેવી જાણીતી સર્વિસ ઉપરાંત કેટકેટલી જગ્યાએ આપણે ઓનલાઇન ખાતાં ખોલીને બેઠા હોઈએ એટલે દરેક જગ્યાએ પાસવર્ડની પળોજણ સૌને આકરી લાગે છે. કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટની સલામતી...

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે આપણે એમના પેજ પર પહોંચીએ ત્યારે આપણને એવો વીડિયો જોવામાં જ રસ હોય છે એટલે એ વીડિયો આપોઆપ ચાલુ કરી દે છે - આપણી વીડિયો જોવાની ઇચ્છા હોય કે ન હોય. આપણે એકથી વધુ ટેબમાં બ્રાઉઝિંગ કરી રહ્યા...

ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!

અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે. હેતુ એ છે કે એ ઇમેજ જે વેબપેજ પર હોય તેના પર ગયા વિના કોઈ એ ઇમેજ સેવ કરી ન લે. મતલબ કે, ગૂગલનું આ વિકલ્પને બંધ કરવાનું કારણ એક તો ઇમેજની થતી ચોરી...

બ્રાઉઝરને ધીમું કે હેંગ થતું અટકાવો!

આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે કામનું છે આ એક્સટેન્શન. વન ટેબ એક્સટેન્શન (One Tab Extension) ૬૫૬ કેબીનું બ્રાઉઝર ટૂલ છે. તેનો ઉપયોગ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં ટેબ કંટ્રોલ માટે કરવામાં આવે છે. ‘વન ટેબ એક્સટેન્શન’ ઇન્સ્ટોલ કર્યા પછી બ્રાઉઝરમાં ઉપર ડાબી બાજુ તેનો લોગો જોવા મળશે. હવે...

નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર લઈ જવાથી ફોટો આપોઆપ તેની ઓરિઝનલ સાઇઝમાં ઝૂમ થઈ જશે. એટલે કે આપણે કોઈ પણ થમ્બનેઇલ જોવા માટે તેના ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે ફક્ત માઉસ કર્સર લઈ જવાનું અને એટલું કરતાં તે ઓરિઝનલ સાઇઝમાં આપણી સામે આવશે. દા.ત. ફેસબુકમાં...

ચાલુ વીડિયોના અગત્યના મુદ્દા નોંધવા માટે ઉપયોગી એક્સટેન્શન

તમારે ક્યારેક વીડિયો જોતી વખતે, તેમાંના મહત્વના મુદ્દાની નોંધ કરવાની જરૂર ઊભી થઈ છે? લગભગ ક્યારેય એવી જરૂર ઊભી નહીં થઈ હોય અથવા, એવું પણ કરી શકાય એવો વિચાર કદાચ આવ્યો નહીં હોય, પણ નીચેની સ્થિતિઓ વિચારી જુઓ... તમારી દીકરીએ સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. તમે તેને મદદ કરવા માટે ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સની સાથોસાથ યુટ્યૂબ પર વિવિધ વીડિયો પણ તપાસી રહ્યા છો. તમે સિવિલ એન્જિનીયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છો અને દુનિયાના ‘ટોપ 10 આર્ક બ્રિજ’ વિશે તમારે એક પ્રેઝન્ટેશન આપવાનું છે. દેખીતું...

બનો ગૂગલ ક્રોમના પાવર યૂઝર

આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે સંબંધ હશે તો બની શકે કે તમારું સર્ફિંગ વધુમાં વધુ મોબાઇલ પર જ થતું હશે, પણ જો તમે તમારા રોજિંદા કામકાજના ભાગરૂપે પીસી પર પણ વધુ સમય ગાળતા હો, તો મોટા ભાગે તમારું ફેવરિટ બ્રાઉઝર હશે ગૂગલ ક્રોમ. ઇન્ટરનેટ એક્સ્પ્લોરર હવે...

મોબાઇલમાં ગુજરાતી ફોન્ટની દવા

તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો હવે સાવ નાસીપાસ થવાની જરૂર નથી, ફાયરફોક્સ અને યુસી બ્રાઉઝરમાં હવે સહેલાઈથી ગુજરાતી સાઇટ્સ જોઈ શકાય છે. તમને ઇન્ટરનેટ પર ગુજરાતી સાઇટ્સ સર્ફ કરવાનો શોખ હોય, ગુજરાતીમાં સોશિયલ શેરિંગ કરવું પણ ગમતું હોય, એ કામ ગમે ત્યારે, ગમે ત્યાંથી આગળ ધપાવવા માટે તમે સરસ મજાનો નવો સ્માર્ટફોન ખરીદો અને પછી ખબર પડે કે આપણો એ મજાનો સ્માર્ટફોન ગુજરાતી ફોન્ટ સપોર્ટ જ કરતો નથી, તો? મોટા ભાગે આપણે અકળાઈએ, ઝાઝી તપાસ કર્યા વિના ફોન ખરીદવા માટે પસ્તાઈએ, પછી બે-ચાર...

ક્રોમમાં પિક્ચર ઇન પિક્ચરની મજા

વર્ડમાં કામ કરતી વખતે ન્યૂઝ વેબસાઇટ પર નજર રાખવી છે? કે પછી સર્ફિંગ કરતાં કરતાં યુટ્યૂબ પર મસ્ત ગીતોની મજા માણવી છે? તો ટ્રાય કરવા જેવું આ એક એક્સપરિમેન્ટલ એક્સટેન્શન. જમાનો મલ્ટિટાસ્કિંગનો છે. ભણતાં ભણતાં સેવ-મમરા ફાકવા કે રેડિયો સાંભળવો એ તો જૂનું થયું. હવે ભણતાં ભણતાં હેડફોનમાં ગીતો સાંભળવાં અને એની સાથે વાઇબર કે હાઇક (વોટ્સએપ પણ હવે જૂનું થયું!) પર ચેટ ચલાવવાનું ઇન-વોગ છે! કાર કે બાઈક ચલાવતાં મોબાઇલ પર વાત કરવી, ફિલ્મ જોતાં જોતાં નેટ સર્ફિંગ કરવું, ઓફિસનું કામ કરતાં કરતાં ફેસબુક...

કામ બનાવો સહેલું, ક્રોમમાં

સર્ફિંગ કરવા માટે મોટા ભાગે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હશો. આમ તો બધી રીતે આ બ્રાઉઝર સ્માર્ટ છે, પણ તેની એક તકલીફ એ છે કે તે કમ્પ્યુટરની મેમરીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એક રીતે ક્રોમની આ ખાસિયત છે કે આપણે ઓપન કરેલી દરેક ટેબને તે અલગ અલગ પ્રોસેસ તરીકે ટ્રીટ કરે છે, પરિણામે કોઈ એક ટેબમાં પ્રોબ્લેમ થાય તો પણ આખું બ્રાઉઝર એક સાથે ધબાય નમ: થતું નથી. પરંતુ આ જ કારણે કમ્પ્યુટર થોડું ધીમું થતું જાય એવું બને છે. જો ક્રોમ તમારા કમ્પ્યુટરમાં...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.