fbpx

એક્સેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

By Himanshu Kikani

3
એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ!

સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે.

દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે મુહૂર્ત કરવામાં હવે ઘણી જગ્યાએ અસલ, લાલ રંગના દોરીવાળા ચોપડાનું સ્થાન લેપટોપે લઈ લીધું છે, તો નવા વર્ષમાં લાભની ગણતરી જેમાં કરવાની છે એ એક્સેલ જમાનાથી પાછળ રહી જાય એ તો કેમ ચાલે?

વર્ષોથી, ઓફિસીઝમાં અનેક પ્રકારની ગણતરી માટે એક્સેલનું એકચક્રી શાસન છે. એક્સેલ એવો પ્રોગ્રામ છે જેમાં આપણે જેટલું શીખીએ એટલું ઓછું જ પડે. છતાં,

આમ જુઓ તો એક્સેલ એટલે વાત માત્ર આટલી જ : ક્રમબદ્ધ રો અને કોલમમાં જુદા જુદા સેલમાં પથરાયેલો ડેટા અને બધા સેલને એકમેક સાથે સાંકળીને પાર વગરની ગણતરીઓ કરવાની ગજબની ક્ષમતા!

આપણને સવાલ થાય કે આટલું તો એક્સેલમાં વર્ષોથી છે, હવે આગળ શું?

માઇક્રોસોફ્ટના મૂળ ભારતીય સીઇઓ સત્ય નાડેલાના સમયમાં નવા કલેવર મેળવનાર માઇક્રોસોફ્ટ કંપનીનો જવાબ છે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ).

એપલ, ગૂગલ, ફેસબુક વગેરે દરેક એઆઇની વાત કરતા હોય તો માઇક્રોસોફ્ટ કેમ પાછળ રહે?

જો તમે માઇક્રોસોફ્ટની ઓફિસ ૩૬૫ સર્વિસનો ઉપયોગ કરતા હો તો ટૂંક સમયમાં એક્સેલમાં અને પછી અન્ય પ્રોગ્રામ્સમાં પણ એઆઇ આધારિત જુદાં જુદાં ફીચરનો લાભ લેતા થઈ જશો. ઓલરેડી જબરજસ્ત પાવરફૂલ એક્સેલમાં હજી કેવી ખૂબીઓ ઉમેરાશે એ અત્યારે જાણી લઈએ.

આગળ શું વાંચશો
  • આઇડિયાઝઃ ઓટોમેટિક એનાલિસિસ કરી આપતું ફીચર

  • ન્યૂ ડેટા ટાઇપ્સછ એક્સેલનો પાવર વિસ્તારતું ફીચર

  • ઇન્સર્ટ ડેટા ફ્રોમ પિક્ચર

  • ડાયનેમિક એરે

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!