Home Tags Microsoft excel

Tag: microsoft excel

એક્સેલમાં ‘રેપ ટેકસ્ટ’ વિશે જાણો

00જ્યારે આપણે એક્સેલમાં કોઈ કોરી સ્પ્રેડશીટ ઓપન કરીએ ત્યારે તેમાં દરેક સેલની ઊંચાઈ અને પહોળાઈ નિશ્ચિત હોય છે. પછી તેમાં ટેક્સ્ટ કે નંબર્સ ઉમેરીએ એ મુજબ રોની ઊંચાઈ વધે અને કોલમની પહોળાઈ વધે. જો તમે કોલમની પહોળાઈ નિશ્ચિત રાખવા માગતા હો પણ અમુક સેલમાં કોલમની પહોળાઈ કરતાં વધુ પ્રમાણમાં ટેક્સ્ટ હોય તો મથાળાની રીબનમાં હોમમાં એલાઇન્ટમેન્ટ ટેબમાં ‘રેપ ટેક્સ્ટ’નો વિકલ્પ મળે છે. તેને ક્લિક કરતાં કોલમની પહોળાઈ નિશ્ચિત રહે છે પણ રોની ઊંચાઈ વધે છે અને આખી ટેકસ્ટ એકથી વધુ લાઇનમાં ગોઠવાય છે. જો આપણે કોલમની...

એક્સેલમાં ફોર્મ્યુલા અને ફંકશન વચ્ચે શું ફેર છે?

એકદમ ટૂંકો જવાબ એવો હોઈ શકે કે ફોર્મ્યુલા એટલે એક્સેલમાં આપણે પોતે નક્કી કરેલું સમીકરણ કે ગણતરી. જ્યારે ફંકશન એટલે એક્સેલે પોતે વિકસાવેલી ગણતરી. ફંક્શનને કારણે, આપણે પોતે ફોર્મ્યુલા વિચારવાની કે તૈયાર કરવાની ઝંઝટમાં પડવું ન પડે, ફક્ત એક-બે ક્લિકમાં રેડીમેડ ફંક્શનનો લાભ લઈ શકીએ. સાવ સાદા ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે એક્સેલમાં કોલમ D માં રો 1 અને રો 2 માં આપણે અનુક્રમે 4 અને 5 સંખ્યા લખી છે. આપણે આ બે સંખ્યાનો સરવાળો સેલ D3 માં જોઇતો હોય તો આ કામ આપણે...

એક્સેલમાં ઉપયોગી ઓટોફિલ સુવિધા

એક્સેલમાં જ્યારે આપણે કોઈ પણ રો કે કોલમમાં એકસરખી પેટર્ન મુજબ ડેટા ફિલ કરવાનો હોય ત્યારે ઓટોફિલ સુવિધા બહુ કામ લાગી શકે છે, જે ફોર્મેટ અને ફોર્મ્યુલા કોપી કરવા તથા લિસ્ટ, તારીખ, નંબર્સ વગેરે ઝડપથી એન્ટર કરવા માટે ખાસ ઉપયોગી છે. ઓટોફિલ જાણીતી, નિશ્ચિત પેટર્નને આપોઆપ અનુસરે છે. જેમ કે, કોઈ સેલમાં જાન્યુઆરી લખીને એ સેલ સિલેક્ટ કરશો તો તેના નીચલા જમણા ખૂણે નાનું ચોરસ દેખાશે. તેના પર કર્સર લઈ જતાં કર્સર બદલાઈને + નિશાનીમાં ફેરવાય છે. તેને ‘ફિલ હેન્ડલ’ કહે છે. આ ફિલ હેન્ડલને માઉસથી...

એક્સેલમાં ગ્રિડનો રંગ કેવી રીતે બદલી શકાય?

એક્સેલમાં કામ કરતી વખતે તેની ગ્રિડના એકના એક ભૂખરા-ગ્રે રંગથી કંટાળી ગયા છો? તમે ઇચ્છો તો ગ્રિડનો રંગ બદલી શકો છો. એ માટે... એક્સેલ ઓપન કરો. ફાઇલ પર ક્લિક કરીને ‘ઓપ્શન્સ’માં જાઓ (એક્સેલના વર્ઝન અનુસાર અહીં સુધી પહોંચવાની રીત થોડી જુદી હોઈ શકે છે). ઓપ્શન્સમાં ‘એડવાન્સ્ડ’ ઓપ્શનમાં જાઓ. તેમાં થોડું નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘ડિસ્પ્લે ઓપ્શન્સ ફોર ધીસ વર્કશીટ’ વિભાગમાં પહોંચો. અહીં છેક નીચે ‘ગ્રિડ લાઇન કલર’ના વિકલ્પ જોવા મળશે. તેના ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો, જોઈતો રંગ પસંદ કરો અને ઓકે, ઓકે કહીને...

એક્સેલમાં અલાદ્દીનનો જિન પિવોટ ટેબલ

ગૃહિણીના બજેટથી માંડીને ગ્લોબલ બિઝનેસના ડેટાનું એનાલિસિસ એકદમ સરળ બનાવતા આ ફીચરનો ઉપયોગ બરાબર જાણી લો. કોઈ બાબત, દેખાતી હોય તેના કરતાં કેટલી ઊંડી છે એ દર્શાવવા માટે આપણી ભાષામાં ‘હીમશીલાની ટોચ બરાબર’ એવો એક શબ્દપ્રયોગ છે. કારણ કે હીમશીલાનો જેટલો ભાગ પાણીની ઉપર દેખાતો હોય તેનાથી નવ ગણો ભાગ પાણીની અંદર ડૂબેલો હોય છે. આ શબ્દપ્રયોગ એક્સેલ માટે કોઈ કાળે વાપરી શકાય તેમ નથી! કેમ કે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એક કોરી સ્પ્રેડશીટ ઓપન કરીએ ત્યારે એ સ્પ્રેડશીટનો જેટલો ભાગ આપણી નજરે ચઢે છે તેના કરતાં એ...

એક્સેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ! સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે. દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે મુહૂર્ત કરવામાં હવે ઘણી જગ્યાએ અસલ, લાલ રંગના દોરીવાળા ચોપડાનું સ્થાન લેપટોપે લઈ લીધું છે, તો નવા વર્ષમાં લાભની ગણતરી જેમાં કરવાની છે એ એક્સેલ જમાનાથી પાછળ રહી જાય એ તો કેમ ચાલે? વર્ષોથી, ઓફિસીઝમાં અનેક પ્રકારની ગણતરી માટે એક્સેલનું એકચક્રી શાસન છે. એક્સેલ એવો...

એક્સેલ અને આર્ટનો અનોખો સંગમ

એકસેલ એટલે કોરા, નકરા આંકડા એવું તમે માનતા હો તો તમારી ભૂલ થાય છે! એક્સેલ અને આર્ટનો આમ તો કોઈ રીતે મેળ બેસે તેમ નથી પણ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતી, એમ્મા સ્ટિવન્સ નામની એક યુવતીએ આ અસાધારણ કામ કરી બતાવ્યું છે. એમ્મા દિવસના ભાગે એક લેન્ડસ્કેપ આર્કિટેક્ટ તરીકે કામ કરે છે, પણ બાકીના સમયમાં એ માઇક્રોસોફ્ટ એક્સેલ આર્ટિસ્ટ બની જાય છે. એમ્માએ એક્સેલ પ્રોગ્રામમાં જુદાં જુદાં શહેરોની સ્કાયલાઇન સર્જવામાં હથોટી કેળવી છે! આની શરૂઆત તરીકે તેણે એક્સેલ પ્રોગ્રામમાં બેગ્રાઉન્ડ ઇમેજ તરીકે મેલબોર્નની સ્કાયલાઇનનો ફોટોગ્રાફ ઉમેર્યો અને પછી...

એક્સેલમાં ડબલ ક્લિકના ફાયદા

કમ્પ્યુટરમાં માઉસથી ડબલ ક્લિક કરવાના ઘણા બધા ફાયદા છે તે આપણે રોજબરોજના ઉપયોગમાં અનુભવીએ છીએ. એક્સેલ જેવા સ્પ્રેડશીટ પ્રોગ્રામમાં પણ માઉસથી ડબલ ક્લિક કરવાના કેટલાક ખાસ ફાયદા છે. આવો જાણીએ. ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરવા માટે વર્કશીટમાં ડેટા એન્ટર કર્યા પછી તેના જુદા જુદા ભાગમાં એક સરખું ફોર્મેટિંગ કરવા માગતા હો (એટલે કે ફોન્ટ, ફોન્ટ સાઇઝ, બોલ્ડ કે ઇટાલિક, કલર વગેરે) તો તે માટે ફોર્મેટ પેઇન્ટર સુવિધા તમને ઉપયોગી થઈ શકે છે. તેનો લાભ લેવા માટે અમુક સેલ્સમાં પહેલી વાર ફોર્મેટિંગ કર્યા પછી તેમનું  ફોર્મેટિંગ કોપી કરવા માટે આ...

એક્સેલમાં કામ કરતાં કરતાં એરો કી અટકી પડી?

એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો આવી તકલીફ ભયંકર ત્રાસ આપે. તમને લાગે કે એક્સેલમાં કશુંક હેંગ થઈ ગયું. એટલે તમે એક્સેલ બંધ કરો અને ભલું હોય તો આખું કમ્પ્યુટર પણ રીસ્ટાર્ટ કરો! પણ એક્સેલમાં એરો કીઝ કામ...

એક્સેલમાં કોલમ-રો હાઇડ-અનહાઇડ કેવી રીતે કરાય

એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે અનહાઇડ કરી શકીએ છીએ, એટલે કે આપણી જરૂરિયાત મુજબ અમુક રો કે કોલમ ટેબલમાં રહે ખરી પણ ફક્ત દેખાતી બંધ થાય અને જરૂરિયાત મુજબ તે ફરીથી દેખાય એવું સેટિંગ કરી શકાય છે. કોલમ અને રો હાઇડ કરવા માટે તમે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.