એક્સેલના માસ્ટર બનો
સ્પ્રેડશીટ્સનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો તમે ખાસ્સો ઉપયોગ કરતા હશો તો તમને ટેમ્પ્લેટનો પણ પરિચય હશે જ. ઇન્ટરનેટ પર આવાં ટેમ્પ્લેટ્સ ઓફર કરતી અનેક સાઇટ્સ છે, જેમાંની એક છે www.vertex42.com જોન વિટવર નામના એક સ્પ્રેડશીટના જાણકારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કરતાં કરતાં ૨૦૦૩માં સ્પ્રેડશીટ્સ, ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર્સ અને ટાઇમ મેનેજમેન્ટનાં ટૂલ્સ ટેમ્પ્લેટ સ્વરુપે આપતી એક સાઇટ વિકસાવી, જે અત્યારે નેટ પર આ બધા પ્રકારનાં ટેમ્પ્લેટ્સનો એક મહત્ત્વનો સ્રોત બની ગઈ છે.