Home Tags Ms-office

Tag: ms-office

વર્ડમાં ટેમ્પલેટ કેવી રીતે બનાવાય?

સવાલ મોકલનાર : અશોકભાઈ ત્રિવેદી, ધોરાજી શાળાનું લેટરહેડ વર્ડમાં એક ટેમ્પ્લેટ તરીકે સેવ કરી લેવાના સંદર્ભે આ પ્રશ્ન પૂછાયો છે. જમાનો હવે ડિજીટલ કમ્યુનિકેશનનો છે એટલે આપણે લેટરહેડ પ્રિન્ટ કરાવ્યા હોય તો પણ સામેની પાર્ટીને પીડીએફ ફાઇલ સ્વરૂપે આપણી કંપની કે સ્કૂલના લેટરહેડ પર કોઈ પત્ર મોકલવાનો થાય ત્યારે વર્ડમાં આપણા લેટરહેડની ડિઝાઇન તૈયાર હોય તો એ બહુ હાથવગી સાબિત થાય. એ સિવાય પણ ઘણા સંજોગ એવા હોઈ શકે જેમાં વર્ડની ફાઇલનું  એક ચોક્કસ માળખું આપણે વારંવાર ઉપયોગમાં લેવાનું થાય. જેમ કે, સ્કૂલમાં દર અઠવાડિયે કે મહિને...

એક્સેલમાં કામ કરતાં કરતાં એરો કી અટકી પડી?

એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો આવી તકલીફ ભયંકર ત્રાસ આપે. તમને લાગે કે એક્સેલમાં કશુંક હેંગ થઈ ગયું. એટલે તમે એક્સેલ બંધ કરો અને ભલું હોય તો આખું કમ્પ્યુટર પણ રીસ્ટાર્ટ કરો! પણ એક્સેલમાં એરો કીઝ કામ...

વર્ડમાં કર્સરને ઇચ્છો ત્યાં મૂકો અને લખો!

તમે માઇક્રોસોફ્ટ વર્ડનો નવો નવો ઉપયોગ શરૂ કર્યો હોય કે તમે તેના જૂના મહારથી હો, એક વાતે તમે હંમેશા માથું ખંજવાળ્યું હશે - કોઈ નવું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેના પહેલા પેજમાં, આખા પેજની બરાબર વચ્ચે, તમારે અહેવાલનું શીર્ષક લખવું હોય તો? અત્યાર સુધી તમે જોયું હશે કે વર્ડમાં નવા ડોક્યુમેન્ટમાં કર્સર હંમેશા પેજમાં ઉપરની તરફ ડાબી બાજુએ જ ખોડાયેલું રહે છે અને આપણે ત્યાંથી જ લખવાનું શરૂ કરી શકીએ છીએ. પેજના સેન્ટરમાં હેડિંગ લખવા માટે આપણે એન્ટર કી પ્રેસ કરી કરીને કર્સરને પેજની મધ્યમાં લાવીએ...

વર્ડમાં ફિલ્ડ કોડ્સનો લાભ અને તકલીફ

માઇક્રોસોફ્ટ વર્ડમાં ‘ફિલ્ડ કોડ્સ’ નામની એક મજાની સુવિધા છે. ફિલ્ડ કોડ્સની મદદથી, વર્ડ ડોક્યુમેન્ટમાં આપણે બદલાઈ શકે એવો ડેટા મૂકી શકીએ છીએ. જેમ કે દરેક પેજમાં નીચેના ખૂણે પેજ નંબર. અથવા મેઇલ મર્જની સુવિધા (વધુ વિગતો માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૩નો અંક)માં જુદા જુદા લોકોનાં નામ, એડ્રેસ વગેરે મૂકવા માટેપણ ફિલ્ડ કોડનો ઉપયોગ કરવામાં આવે છે. એના ઉપયોગ વિશે વધુ વિગતવાર આપણે ફરી ક્યારેક કરીશું, પણ અત્યારે તો તેનાથી ઊભી થતી એક સમસ્યા અને તેના ઉપાયની વાત કરીએ. બીજા કોઈએ તૈયાર કરેલા વર્ડ ડોક્યુમેન્ટમાં તમારે કામ કરવાનું...

વર્ડમાંથી ઇમેજ સેવ કરવી છે?

કોઈ કારણસર તમારે વર્ડની આખી ફાઇલ કે તેના કોઈ હિસ્સાને ઇમેજ તરીકે સેવ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ કરી આપતાં કેટલાક ઓનલાઇન ટૂલ્સ પણ ઉપલબ્ધ છે. પરંતુ વર્ડની અંદર જ આ માટેની સુવિધા સમાયેલી છે, જે પ્રમાણમાં ઘણું સારું પરિણામ આપે છે. આ સુવિધાનો લાભ લેવા માટે : તમારું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેમાં જે ભાગને ઇમેજ તરીકે સેવ કરવો હોય તે ભાગ માઉસની મદદથી સિલેક્ટ કરી લો. આ સિલેકશનને કોપી કરી લો. નવું ડોક્યુમેન્ટ ઓપન કરો. તેમાં મથાળાની રીબનમાં હોમ ટેબમાં પેસ્ટ માટેનું...

એક્સેલમાં કોલમ-રો હાઇડ-અનહાઇડ કેવી રીતે કરાય

એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે અનહાઇડ કરી શકીએ છીએ, એટલે કે આપણી જરૂરિયાત મુજબ અમુક રો કે કોલમ ટેબલમાં રહે ખરી પણ ફક્ત દેખાતી બંધ થાય અને જરૂરિયાત મુજબ તે ફરીથી દેખાય એવું સેટિંગ કરી શકાય છે. કોલમ અને રો હાઇડ કરવા માટે તમે...

એક્સેલમાં એક સેલને પાસવર્ડ પ્રોટેક્ટેડ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : વિપુલકુમાર ડી.રાઠોડ, સંતરામપુર એક્સેલમાં કોઈ વર્કશીટમાં તમે લાંબી મહેનત કરીને ખાસ્સો ડેટા એન્ટર કરી, વિવિધ ફોર્મ્યુલા સેટ કરી હોય એ પછી બીજી કોઈ વ્યક્તિ સાથે એ વર્કશીટ શેર કરવાની થાય તો સ્વાભાવિક રીતે આપણને એવી ઇચ્છા થાય કે કાં તો આખી વર્કશીટ અથવા તેના અમુક ભાગને પાસવર્ડ પ્રોટેક્ટ કરીએ, જેથી બીજી કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં તેમાં કોઈ ફેરફાર ન કરે. એક્સેલમાં સામાન્ય રીતે આખી વર્કશીટને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય છે અને આમ કરતી વખતે બીજી વ્યક્તિ એ પ્રોટેક્ટેડ વર્કશીટમાં કેવાં કેવાં પગલાં...

એક્સેલમાં કર્સરને રાખો તમારા કંટ્રોલમાં

એક્સેલમાં કોઈ સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે આપણું કર્સર કોઈ એક સેલમાં હોય તેમાં ડેટા એન્ટર કર્યા પછી આપણે એન્ટર કી પ્રેસ કરીએ ત્યારે કર્સર કોઈ બીજા સેલમાં આગળ વધે છે. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જે સેલમાં કર્સર હોય) તેમાં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ સેલની નીચેનો સેલ હાઇલાઇટ થતો હોય છે અને કર્સર તેમાં પહોંચી જતું હોય છે. આપણે જ્યારે ઊભી કોલમમાં એક પછી એક સેલમાં ડેટા એન્ટર કરવાનો હોય ત્યારે આ સગવડ ઉપયોગી છે પરંતુ જ્યારે આડી રોમાં એક...

વર્ડમાં ‘કંટ્રોલ કી’ની મદદથી કર્સરને ધારી જગ્યાએ દોડાવો!

માઇક્રોસોફ્ટ કામ કરતી વખતે ટાઇપ થયેલા લખાણમાં આપણે એક એક અક્ષરને સિલેક્ટ કરવો હોય કે ડિલીટ કરવો હોય ત્યારે આપણે એરો, બેકસ્પેસ અને ડિલીટ કીનો ઉપયોગ કરવા વિશે તો જાણીએ છીએ પરંતુ કંટ્રોલ કીની મદદથી આપણે આખા શબ્દ કે પેરેગ્રાફમાં એક સાથે જોઇતા ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે... Ctrl+Left Arrow: કોઈ પણ લખાણમાં કર્સર ગમે ત્યાં મૂકીને કંટ્રોલ કી સાથે લેફ્ટ એરો કી પ્રેસ કરશો તો કર્સર આગલા શબ્દની શ‚રૂઆત સુધી કૂદકા મારતું જશે. Ctrl+Right Arrow: કોઈ પણ લખાણમાં કર્સર ગમે ત્યાં મૂકીને કંટ્રોલ કી સાથે રાઇટ...

વર્ડમાં સ્માર્ટ નંબર્ડ લિસ્ટ કેવી રીતે બનાવાય?

માઇક્રોસોફ્ટ વર્ડમાં બહુ સહેલાઇથી નંબર્ડ લિસ્ટ બનાવી શકાય છે એ આપણે સહુ જાણીએ છીએ. જે શબ્દોની યાદીને ક્રમબદ્ધ યાદીમાં ફેરવવી હોય તેને સિલેક્ટ કરીને મથાળાના હોમ ટેબમાં પેરેગ્રાફ ગ્રૂપમાં નંબરિંગ પર ક્લિક કરતાં એ શબ્દોની આગળ ૧, ૨, ૩, ૪... એવા ક્રમ ઉમેરાઇ જાય છે. નંબરિંગ મેનુમાં જરા ઊંડા ઊતરીએ તો પેટા નંબરિંગ અને જુદી જુદી રીતે નંબરિંગ કરવાના વિકલ્પ પણ મળે છે. આ પદ્ધતિનો તમે ઉપયોગ પણ કરતા હશો પરંતુ આપોઆપ ઉમેરાતા નંબરની આગળ તમારે કોઈ ચોક્કસ શબ્દ ઉમેરવો હોય તો? જેમ કે, તમે સ્ટુડન્ટ્સ કે પ્રોડક્ટસના...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.