સવાલ મોકલનાર : નરેશ પંચાલ, ગોધરા
આપણે જ્યારે પણ વર્ડમાં કોઈ ફાઇલમાં કામ કરતા હોઈએ અને કોઈ કારણસર એ ફાઇલ કરપ્ટ થાય ત્યારે જ આપણને તેનું બેકઅપ લેવાનું મહત્ત્વ યાદ આવતું હોય છે. વર્ડમાં ફાઇલનો ઓટોમેટિક બેકઅપ લેવાની સુવિધા હોય છે, પણ આપણે તેનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ અથવા આપણે તેની બહુ જરૂર હોતી નથી એવું આપણે વિચારતા હોઈએ.