Home Tags Microsoft word

Tag: microsoft word

વર્ડ ડોક્યુમેન્ટને અલગ અલગ રીતે જોવાની પદ્ધતિઓ જાણો

માઇક્રોસોફ્ટ વર્ડ આપણને એક કે તેથી વધુ ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે જોવાની સુવિધા આપે છે, જે આપણું કામ સરળ અને ઝડપી બનાવી શકે છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે તમારું કામ સરળ બનાવવા માટે તમે ડોક્યુમેન્ટને  જુદી જુદી ઘણી રીતે જોઈ શકો છો. આ દરેક રીતના જુદા જુદા ફાયદા છે, તમને કઈ રીત વધુ અનુકૂળ રહેશે તેનો બધો આધાર તમારી જરૂરિયાત પર છે! વિન્ડોઝમાં મથાળાની રિબનમાં ‘વ્યૂ’ ટેબમાં જતાં આપણને ડોક્યુમેન્ટના વ્યૂ સંબંધિત વિવિધ વિકલ્પો મળે છે. આ વિકલ્પો મુખ્યત્વે...

ડોક્યુમેન્ટમાં સ્માર્ટ રીતે ફાઇન્ડ-રિપ્લેસ કરો

તમારો અનુભવ હશે કે તમને કોઈએ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ મોકલ્યું હોય અને તેને તમારે એડિટ કરવાનું હોય, ત્યારે જો તમને ડોક્યુમેન્ટ મોકલનારી વ્યક્તિ પરફેકશનની આગ્રહી ન હોય તો બની શકે કે તેણે ટાઇપિંગમાં સંખ્યાબંધ અને ખાસ તો, એક જ પ્રકારની ભૂલો વારંવાર કરી હોય. જેમ કે ઘણા લોકોને વાક્ય પૂરું થાય તે પછી ફૂલસ્ટોપ કર્યા પછી બે વાર સ્પેસ એન્ટર કરવાની આદત હોય છે. ઘણા લોકો વાક્યના અંતે પ્રશ્નાર્થ કે આશ્ચર્ય ચિહ્ન મૂકવાનું હોય તો છેલ્લો શબ્દ ટાઈપ કર્યા પછી એક સ્પેસ એન્ટર કરીને તે...

બે કે વધુ ફાઇલમાં ટેક્સ્ટની આપલે

માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરતી વખતે ક્યારેક એવી જરૂરિયાત ઊભી થાય કે આપણે એક ફાઇલમાં બીજી ફાઇલની ટેક્સ્ટ ઉમેરવાની થાય. બીજી ફાઇલની માત્ર અમુક ટેક્સ્ટ પહેલી ફાઇલમાં ઉમેરવાની હોય તો તો જે ટેક્સ્ટ ઉમેરવાની છે તેને કોપી કરીને પહેલી ફાઇલમાં પેસ્ટ કરવી એ જ સૌથી સહેલો રસ્તો છે. પરંતુ જો પહેલી ફાઇલમાં એકથી વધુ ફાઇલ્સની તમામ ટેક્સ્ટ ઉમેરવાની હોય તો એ માટે વર્ડ એક સરળ રસ્તો આપે છે. એ માટે પહેલી ફાઇલમાં, જ્યાં બીજી ફાઇલની બધી ટેકસ્ટ ઉમેરવાની હોય ત્યાં કર્સર મૂકીને મથાળાની રીબનમાં ઇન્સર્ટ સેકશનમાં ટેકસ્ટ ટેબમાં...

વર્ડમાં બે ટેક્સ્ટ એક સાથે ખસેડો

તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે કંઈક આવું બની શકે... તમારે ડોક્યુમેન્ટમાંની કોઈ ટેક્સ્ટને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ ખસેડવી છે. એટલે કે તમે એ ભાગને સિલેક્ટ કરી, Ctrl+Xથી કટ કરશો અને પછી Ctrl+Vથી બીજી જગ્યાએ પેસ્ટ કરશો. પણ આવી રીતે કોઈ મોટો ભાગ કોપી કે કટ કર્યા પછી, ખ્યાલ આવે કે એ નવી જગ્યાએ, પહેલાં બીજી કોઈ ટેક્સ્ટ કોપી કરીને પેસ્ટ કરી લેવી જરૂરી છે, તો? જો તમે આ નવી ટેક્સ્ટ કોપી કરશો તો ક્લિપબોર્ડમાં સેવ થયેલી પહેલી ટેક્સ્ટ ભૂંસાઈ જશે! જો...

વર્ડમાં ફોલ્ડર ફટાફટ ઓપન કરો

તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં અવારનવાર કામ કરવાનું થાય છે? તમારે વર્ડ પાસેથી ફટાફટ કામ લેવાની કેટલીક ખાસ અને સ્માર્ટ રીત જાણવી જોઈએ! માની લો કે તમે કોઈ ફાઇલ-૧ ઓપન કરીને તેમાં કામ કરી રહ્યા છો. આ ફાઇલ ફોલ્ડર-એમાં છે. હવે માની લો કે તમારે કોઈ ફાઇલ-૨ ઓપન કરવાની થઈ. આ ફાઇલ ફોલ્ડર-બીમાં છે. દેખીતું છે કે તમારે વર્ડમાં ફાઇલ-ઓપનનો ઓપ્શન પસંદ કરીને વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફોલ્ડર-બી શોધવા જવું પડશે અને તેમાંથી ફાઇલ-૨ શોધીને તેને ઓપન કરવી પડશે. હવે માની લો કે તમારે ત્રીજી ફાઇલ-૩ ઓપન કરવાની થઈ, જે પહેલી ફાઇલ-૧...

એકડે એકથી સમજીએ વર્ડ ડોક્યુમેન્ટમાં પેજ નંબરિંગ

વર્ડમાં સાદા ડોક્યુમેન્ટમાં તો પેજને નંબર આપવાનું કામ સહેલું છે, પણ મોટા અને અલગ અલગ સેક્શન્સ ધરાવતા ડોક્યુમેન્ટમાં આ કામ થોડું મુશ્કેલ બની શકે છે. જાણો તેની એ-ટુ-ઝેડ માહિતી. માઇક્રોસોફટ વર્ડનો તમે તમારા કામકાજમાં ઠીક ઠીક ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં દરેક પેજનો નંબર ઉમેરવો એ ઘણું સહેલું કામ છે. આપણું ડોક્યુમેન્ટ સાદું સરળ ડોક્યુમેન્ટ હોય ત્યાં સુધી તો પેજ નંબરિંગ પણ તદ્દન સહેલું રહે છે પણ જો આપણે વર્ડનો સારો એવો ઉપયોગ કરતા હોઈએ અને તેમાં લાંબાં, અલગ અલગ સેકશન્સ ધરાવતાં...

વર્ડ ડોક્યુમેન્ટમાં કોઈ ટેક્સ્ટ, બીજાની નજરોથી કેવી રીતે છુપાવશો?

માની લો કે કોઈ શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓની એકવિષયની એક નાની પરીક્ષા લેવા માગે છે. એ માટે તેમણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ૧૫ સવાલો ધરાવતું એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને આ ૧૫ સવાલોની પ્રિન્ટ કાઢીને પ્રશ્વપત્ર તરીકે આપવા માગે છે, પરંતુ પરીક્ષા પત્યા પછી, સવાલોના જવાબ તપાસવામાં આસાની રહે એ માટે શિક્ષક એ ડોક્યુમેન્ટમાં જ દરેક સવાલ નીચે તેના જવાબ પણ લખી લે છે. આમ હવે શિક્ષક પાસે એક એવું ડોક્યુમેન્ટ છે, જેમાં ૧૫ સવાલો છે અને દરેક સવાલની નીચે તેનો જવાબ પણ લખેલો છે. દેખીતું છે...

વર્ડની ફાઇલ સાઇઝ કેવી રીતે ઘટાડશો?

સામાન્ય રીતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસના કોઈ પણ પ્રોગ્રામની ફાઇલની સાઇઝ વિશે ખાસ ચિંતા કરવાની જરૂર હોતી નથી. ખાસ કરીને વર્ડ અને એક્સેલમાં વધુમાં વધુ ટેક્સ્ટનો જ ઉપયોગ થતો હોવાથી આ પ્રકારની ફાઇલની સાઇઝ પ્રમાણમાં ઘણી નાની રહેતી હોય છે. પરંતુ જો કોઈ કારણસર તમારે એમએસ ઓફિસ ફાઇલ્સની ઇન્ટરનેટ પર આપ-લે કરવાની થાય કે તમારી ફાઇલને ઇમેઇલ દ્વારા બીજી કોઈ વ્યક્તિને મોકલવાની હોય ત્યારે ફાઇલની સાઇઝ શક્ય એટલી નાની હોય તે ઇચ્છનીય છે. એમએસ ઓફિસમાં ખાસ કરીને વર્ડની ફાઇલની સાઇઝ કેવી રીતે ઘટાડી શકાય એના કેટલાક રસ્તા...

વર્ડમાં ઓટોબેકઅપ ફાઇલ કઈ રીતે બનાવી શકાય?

સવાલ મોકલનાર : નરેશ પંચાલ, ગોધરા આપણે જ્યારે પણ વર્ડમાં  કોઈ ફાઇલમાં કામ કરતા હોઈએ અને કોઈ કારણસર એ ફાઇલ કરપ્ટ થાય ત્યારે જ આપણને તેનું બેકઅપ લેવાનું મહત્ત્વ યાદ આવતું હોય છે. વર્ડમાં ફાઇલનો ઓટોમેટિક બેકઅપ લેવાની સુવિધા હોય છે, પણ આપણે તેનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ અથવા આપણે તેની બહુ જરૂર હોતી નથી એવું આપણે વિચારતા હોઈએ. જો વર્ડના સેટિંગ્સમાં આપણે પહેલેથી ઓટોબેકઅપ લેવાનું સેટિંગ કરેલ હોય તો આવા સંજોગોમાં આપણને બેકઅપ ફાઇલ મેળવી શકીએ. આ પ્રકારની બેકઅપ ફાઇલમાં, આપણે ફાઇલને છેલ્લે સેવ...

વર્ડમાં ટેક્સ્ટ ટુ ટેબલ અને ટેબલ ટુ ટેક્સ્ટ કન્વર્ટ કેવી રીતે કરાય?

માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે ટેબલ બનાવતા હોઈએ અને ઘણી વાર એ જ ટેબલને ફરી ટેક્સ્ટમાં કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય છે. સામાન્ય ટેક્સ્ટને ટેબલમાં અને ટેબલને ટેક્સ્ટમાં ફેરવવાનું કામ વર્ડમાં સહેલું છે. એ માટે... ટેક્સ્ટ ટુ ટેબલ : સૌથી પહેલાં તમે જે ટેક્સ્ટને ટેબલમાં કન્વર્ટ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો. ત્યાર પછી મથાળાની રિબનમાં ઇન્સર્ટમાં ટેબલ પર ક્લિક કરો. હવે Convert Text to Tableનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. ટેબલ ટુ ટેક્સ્ટ : તમે જે ટેબલને ટેક્સ્ટમાં કન્વર્ટ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો. હવે ટેબલ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.