વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવતી વખતે કોઈને કોઈ તબક્કે તમારે ટેબલ્સનો ઉપયોગ કરવાનો થતો હશે. વર્ડમાં ટેબલ્સ ટૂલ એકદમ પાવરફૂલ છે, પણ તેને બરાબર સમજી લીધા પછી!
માઇક્રોસોફ્ટ વર્ડના કોઈ ડોક્યુમેન્ટમાં કોષ્ટક એટલે કે ટેબલમાં જુદી જુદી માહિતી દર્શાવતી હોય તો એ માટેનાં ટૂલ જેટલાં પાવરફૂલ છે એટલાં જ ઉપયોગમાં સહેલાં છે – જો એ વિશેની પાયાની સમજણ હોય તો!
આપણે જાણી છીએ તેમ ટેબલ જુદી જુદી હરોળ – રો અને સ્તંભ – કોલમથી બને છે. આપણે વર્ડ ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરતાં અને તેમાં જરૂરી ફેરફારો કરવાનું જાણી લઈએ.
ટેબલ તૈયાર કરીએ
વર્ડના ડોક્યુમેન્ટમાં ટેબલ ઇન્સર્ટ કરવાના બે મુખ્ય અને સહેલા રસ્તા છે, એક આપણી જરૂરિયાત મુજબની સંખ્યામાં રો અને કોલમ ધરાવતું ખાલી ટેબલ ઉમેરીને પછી તેમાં ટેક્સ્ટ ઉમેરી શકાય. બીજા રસ્તામાં, જો પહેલેથી ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં લખી લીધી હોય તો તેને ટેબલમાં ફેરવી શકાય.