Home Tags Artificial intelligence

Tag: artificial intelligence

હવે ક્રિકેટમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ક્રિકેટમાં અત્યારે કોઈ બોલર બોલિંગ કરતો હોય ત્યારે તેના દરેક બોલની સ્પીડ કેટલી હતી અને પીચ પર બોલે ક્યાં ટપ્પો ખાધો અને ત્યાંથી ઉછળીને કેટલે ઊંચે ગયો તે આપણે સ્ક્રીન પર સચોટ રીતે જોઈ શકીએ છીએ. એલબીડબલ્યુની અપીલ વખતે જજમેન્ટ થર્ડ અમ્પાયરને સોંપવામાં આવે ત્યારે બોલ પીચ પરથી ઉછળીને વિકેટ પર ગયો હોત કે નહીં તે જાણવા માટે બેટ્સમેનની આરપાર જતો હોય એ રીતે બોલનો પાથ સ્ક્રીન પર જોઈ શકાય છે. પરંતુ બેટસમેન જ્યારે બોલને ફટકારે ત્યારે બેટ અને બોલ વચ્ચે શું થાય છે તેની...

એઆઇ અને માનવની વધુ એક ટક્કર

ગયું વર્ષ પૂરું વામાં હતું ત્યારે અમેરિકામાં નાસાની ‘જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી’માં એક અનોખી રેસ યોજાઈ. આ લેબોરેટરીમાં સ્પેસક્રાફ્ટ માટે વિઝન-બેઝ્ડ નેવિગેશન વિક્સાવવા પર કામ ચાલી રહ્યું છે. ગૂગલનું આ રિસર્ચ તરફ ધ્યાન ગયું અને તેને લાગ્યું કે આ ટેક્નોલોજી સ્પેસક્રાફ્ટની જેમ ડ્રોનને પણ લાગુ કરી શકાય છે, જેની મદદથી ડ્રોન પોતે, પોતાની મેળે કઈ દિશામાં, ક્યાં જવાનું તે જાણતાં શીખી જાય. ટૂંકમાં અહીં પણ ડ્રોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિક્સાવવાની વાત હતી. ગૂગલા ફંડિગી સંશોધ આગળ ધપ્યું. લેબની રિસર્ચ ટીમે બેટમેન, જોકર અને નાઇટવિંગ નામનાં ત્રણ ખાસ પ્રકારનાં...

ઓટોમેશન સામે લડવા તૈયાર છો?

બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, "રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે. પરંતુ દસ વર્ષમાં સ્થિતિ કેવી બદલાઈ ગઈ છે એ જુઓ, આ લેખમાં રોબોટ રેસ્ટોરાંની વાત કરવાની થઈ છે કારણ કે એ પણ હવે રોજબરોજની ટેક્નોલોજીની વાત બનવા લાગી છે! હમણાં તમે કદાચ વોટ્સએપ કે ફેસબુકમાં જોયું-વાંચ્યું હશે કે ચેન્નઈમાં ‘રોબોટ’ નામે એક રેસ્ટોરાં ખૂલી...

ગૂગલ એલો હવે પીસી પર પણ ચાલશે

ગૂગલની મેસેજિંગ એપ એલોનો ઉપયોગ હવે પીસી પરથી પણ કરી શકાશે (https://allo.google.com/web). વોટ્સએપની જેમ, પીસી પર તેને સ્માર્ટફોનની એપ સાથે કનેક્ટ કરીને પછી ઉપયોગ કરી શકાશે. ગૂગલ એલો વોટ્સએપ જેવી જબરદસ્ત લોકપ્રિય મેસેજિંગ એપ સામે ખાસ ચાલી નથી, પણ મેસેજિંગમાં આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સની કેવાં પરિવર્તનો આવશે એ જાણવા અને જાતઅનુભવ કરવા માટે આ એપ એકવાર તપાસવા જેવી છે. વધુ જાણો આ લેખમાં - રોજિંદા મેસેજિંગમાં આવી ગઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  

બીમારીની પ્રાથમિક માહિતી આપે છે ગૂગલ

ક્યારેક માથું દુ:ખે, દાઢ દુ:ખે કે છાતીમાં જરા મૂંઝારા જેવું થાય તો આપણામાંના ઘણા લોકો તેના ઉપાય માટે ડોકટરની સલાહ લેવાના બદલે ‘ગૂગલ ડોકટર’ને પૂછવાનું પસંદ કરતા હોય છે. મોટી બીમારીમાં ડોકટરે અમુક ચોક્કસ સલાહ આપ્યા પછી બીજો અભિપ્રાય મેળવવા માટે બીજા કોઈ ડોકટરને મળવાને બદલે પણ આપણે ગૂગલમાં એ બીમારી સંબંધિત ખાંખાખોળા કરવા લાગીએ છીએ. ગૂગલના આંકડા કહે છે કે તેને પૂછાતા દર ૨૦ પ્રશ્નમાંથી એક પ્રશ્ન સ્વાસ્થ્યને લગતો હોય છે. આવું વલણ ચોક્કસ જોખમી છે અને ગૂગલ ક્યારેય જીવતા જાગતા ડોકટરનું સ્થાન લઈ શકે...

આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો યુગ!

ગયા મહિને, ચેસ કરતાં પણ અઘરી એવી એક ગેમમાં મશીને માણસને માત આપી. માણસે બનાવેલ કમ્પ્યુટર મગજની બરોબરી કરવા લાગ્યું છે અને આપણા રોજબરોજના કામકાજમાં આ કૃત્રિમ બુદ્ધિ ઉપયોગી પણ થવા લાગી છે. આગળ શું વાંચશો? આખરે છે શું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? મગજ અને કમ્પ્યુટર : કોણ કેટલા પાણીમાં! મગજની જેમ કમ્પ્યુટર શીખે છે કઈ રીતે? રોજિંદા જીવનમાં ઉપયોગી બનવા લાગેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૌ કોઈ આગળ ધપાવશે ડીપ લર્નિંગ પરીક્ષા અને પરિણામના આ દિવસોમાં આપણે એક વાક્ય વારંવાર સાંભળીએ છીએ, "એનું મગજ તો કમ્પ્યુટર જેવું જોરદાર...

કેવી રીતે વિકસી રહી છે કૃત્રિમ બુદ્ધિ?

માનવ મગજની જેમ સમજી, વિચારી ને શીખી શકે અને તે ઉપરાંત, પોતાની રીતે પગલાં પણ લઈ શકે એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની શોધનાં મૂળ આપણી માન્યતા કરતાં ઘણાં જૂનાં છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં, મણકાની મદદથી ગણતરી કરી આપતા ‘અબેકસ’ નામના સાધનથી માનવજાતે ‘માણસના મગજ કરતાં વધુ ઝડપથી ગણતરી કરી આપે’ એવા મશીનની શોધ શરૂ કરી, તે ધીમે ધીમે આજના સુપર પાવરફૂલ કમ્પ્યુટર્સ સુધી વિસ્તરી છે, પણ તેથી આગળ વધીને, હવે મગજની જેમ વિચારી પણ શકે એવી સિસ્ટમ વિક્સાવવા માટે આપણે મગજ કસી રહ્યા છીએ! આપણા...

“…એ માનવજાતનો અંત લાવશે

આ  મહિનાની ૮મી તારીખે જેમનો જન્મદિન છે, એ ૭૩ વર્ષના બ્રિટનના જગવિખ્યાત ભૌતિક-શાસ્ત્રી સ્ટીફન હોકિંગ હમણાં વધુ એક વાર સમાચારોમાં ચમક્યા છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે "આર્ટિફિશયલ  ઇન્ટેલિજન્સ જો પૂરેપૂરી વિકસશે તો તે માનવજાતનો અંત લાવી શકે છે. આગળ શું વાંચશો? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે? ગુજરાતી ડિઝાઈન્જિનિયર સેમસંગમાં ઉચ્ચ પદે નોંધપાત્ર વાત એ છે કે સ્ટીફન હોકિંગે તેમણે પોતે હમણાં જે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે તે વિશેના એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. તમે જાણતા હશો તેમ આ વિખ્યાત વિજ્ઞાની ચેતાતંત્રના...

આકાશને ચૂમતી ઇમારતોની દુનિયા

તમે સિવિલ એન્જિીયરિંગ સાથે સંકળાયેલા હો કે ન હો, દુનિયાની અજાયબી જેવાં સ્કાયસ્ક્રેર્સ વિશે જાણવામાં તમે રસ હોય તો અહીં આપેલી કેટલીક સાઇટ્સ તેની ઇન્ટરએક્ટિવ અનુભવ આપે છે. હજી એકાદ દાયકા પહેલાં, વર્ષ ૨૦૦૧માં મલેશિયામાં પેટ્રોનાસ ટાવર્સ નામે બનેલે જોડિયા ટાવરને દુનિયાના સૌથી ઊંચી ઇમારતનું સન્માન મળ્યું હતું. પરંતુ માંડ ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૬ સુધીમાં એવી સ્થિતિ સર્જાવાની છે કે વિશ્વની સૌથી ઊંચી ૧૦ ઇમારતોમાં પેટ્રોનાસ ટાવરનું ક્યાંય નામ જ નહીં હોય! અત્યારે બાંધકામ હેઠળ એવી સાત ઇમારતો આ ટોપ ટેનના લિસ્ટમાં નવી...

આવી રહેલી ટેક્નોલોજીની ઝલક

અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી. રસોડામાં રોબોટ શાકભાજી સમારી આપશે કે માણસ પાંખ વગર હવામાં ઊડી શકશે કે એવી બીજી અનેક અધ્ધરતાલ કલ્પનાઓ આપણે અવારનવાર અખબારોમાં વાંચીએ છીએ. ભાવિ ટેક્નોલોજીના નામે છપાતા આવા સમાચારો પર આપણે એક કોરી નજર ફેરવીને તેને બાજુએ મુકીએ છીએ. સદભાગ્યે ઇન્ટરનેટને કારણે આપણે, ટેકનોલોજીના ભાવિના વધુ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.