ડેટાનો મહાસાગર: મશીન લર્નિંગથી 1.4 અબજ ચોરસ માઇલ્સ પર બાજ નજર!

By Himanshu Kikani

3

ઇન્ટરનેટ અને ડેટા ટેક્નોલોજીનો ઉપયોગ આપણને દેખાય છે એટલો સીમિત નથી. આખી દુનિયાના મહાસાગરોમાં ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પકડી પાડવામાં પણ તે ઉપયોગી છે.

પશ્ર્ચિમમાં એશિયા -ઓસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા વચ્ચે પારાવાર ફેલાયેલા વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઊંડા મહાસાગર પ્રશાંત મહાસાગરની લગભગ વચ્ચોવચ્ચ કિરીબાટી નામનો એક ટચૂકડો દેશ આવેલો છે. દેશની વસતી માંડ ૧ લાખ ૧૦ હજાર જેટલી છે.

ટાપુ પર વસેલા આ દેશની આસપાસના વિસ્તારને યુનેસ્કોએ ‘ફિનિક્સ આઇલેન્ડ પ્રોટેક્ટેડ એરિયા’ તરીકે જાહેર કર્યો છે અને તે યુનેસ્કોની સૌથી વિશાળ વર્લ્ડ હેરિટેજ મરીન સાઇટ છે. આ આખો વિસ્તાર એક ખાસ પ્રકારની માછલી માટે બહુ ફળદ્રુપ મનાય છે. પરંતુ આ માછલીના સંરક્ષણ માટે કિરીબાટી ટાપુની  આસપાસના વિસ્તારમાં માછીમારી પર સદંતર પ્રતિબંધ છે.

જૂન ૨૦૧૫માં એક માછીમારી જહાજ આ વિસ્તારમાં ફરતું હોવાનું નોંધાયું. તરત જ તેને અટકાવવા માટે કિરીબાટીની સરકારે દેશની રાજધાનીથી એક જહાજ રવાના કર્યું, જે ચાર દિવસની મુસાફરી પછી, આ પ્રતિબંધિત વિસ્તારમાં ચોરીછૂપીથી માછીમારી કરવા માટે ઘૂસેલા પેલા માછીમારી જહાજ સુધી પહોંચ્યું. એ જહાજના કેપ્ટને પોતે માછીમારી કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નકારી દીધું. કેપ્ટનને હતું કે તેનું જહાજ માછીમારી કરી રહ્યું હોવાનો કિરીબાટી સરકાર પાસે કોઈ પુરાવો નહીં હોય અને તેની કંપની સામે કોર્ટ કેસ કરવાનું પણ આ ટચૂકડા દેશનું કોઈ ગજું નથી.

કિરીબાટી સરકારની બોટ કોઈ દલીલમાં ઉતર્યા વિના એ જહાજને પોતાના દેશ સુધી ખેંચી લાવી અને તેના કેપ્ટનને તેના જહાજની મૂવમેન્ટનું વિઝ્યુઅલાઇઝેશન બતાવવામાં આવ્યું.

માછીમારી માટેના પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી માટેની ચોક્કસ પેટર્ન સાથે પોતાના જહાજની મૂવમેન્ટનો પુરાવો કમ્પ્યુટરના સ્ક્રીન  પર નજરોનજર જોયા પછી પેલા માછીમારી જહાજનો કેપ્ટન તરત જ પાણીમાં બેસી ગયો અને તેની કંપની કિરીબાટી સરકાર સાથે સમાધાન કરી લેવા તૈયાર થઇ ગઈ!

આગળ શું વાંચશો?

  • મશીન લર્નિંગનો વિસ્તરતો ઉપયોગ
  • માછીમારીના ટ્રેકિંગ માટે એક નવુું પ્લેટફોર્મ

ક્વિક નોટ્સ

  • ડેટાનો જુદો ઉપયોગ
  • માછીમારીનો નક્શો

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop