ટેલિપોર્ટેશન – લાંબા સમયથી વિજ્ઞાનના સંશોધકો માટે આ એક ઊંડા રસનો છતાં અત્યાર સુધી લગભગ અસંભવ રહેલો વિષય છે.
ટેલિપોર્ટેશન એટલે આપણે જ્યાં હોઈએ ત્યાંથી ઊંચકાઈને ક્ષણભરમાં દુનિયાના બીજા કોઈ ખૂણે પહોંચી જઈએ! વિજ્ઞાન કથાઓ અને સાયન્સ ફિક્શન મૂવીઝ, સ્ટાર ટ્રેક જેવી ટીવી સિરિલસ્સ તથા વીડિયો ગેમ્સમાં આવું થતું આપણે અવારનવાર જોયું છે. વૈજ્ઞાનિક ભાષામાં એમ કહી શકાય કે ટેલિપોર્ટેશન એટલે કોઈ એક જગ્યાએ કોઈ મેટર, જેમ કે માનવ શરીર, ડીમટીરિયલાઇઝ થાય અને એ જ ક્ષણે બીજી જ કોઈ જગ્યાએ રીમરીરિયલાઇઝ થવાની પ્રક્રિયા.