ખૂંદી વળો આખો હિમાલય ચાર-પાંચ મિનિટમાં!

By Himanshu Kikani

3

અસાધારણ ઝડપી લોકપ્રિયતા મેળવનાર ગેમ ‘પોકેમોન ગો’ના સંદર્ભે આપણે વાત કરી હતી કે ઇન્ટરનેટ પર અત્યાર સુધીના સમયમાં બધું ધ્યાન કમ્યુનિકેશન પર કેન્દ્રિત હતું, પરંતુ હવે પછીનો સમય અનુભવનો રહેશે. એવો અનુભવ જે ડિજિટલ ટેકનોલોજીની મદદથી આપણે જ્યાં ન હોઈએ તે સ્થળનો અનુભવ કરાવે.

એ આગાહી સાચી પડતી હોય તેમ હમણાં ગૂગલે એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એક નવી અને અનોખી ગેમ રજુ કરી છે.

જોકે આને ખરેખર ગેમ કહી શકાય તેમ નથી કારણ કે તેમાં હાર-જીતની કોઈ વાત જ નથી. આપણે ફક્ત મોકળા મને સ્માર્ટફોનના સ્ક્રીન પર એક મજાની સફરે નીકળી પડવાનું છે અને આસપાસ જે દેખાય તે જોઈને આનંદ માણવાનો છે. આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે. એપ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પણ તેમની સાથે મોટાંને પણ મજા કરાવે એવી છે. ગૂગલ તેને શૈક્ષણિક અને પ્રયોગાત્મક એપ કહે છે.

આ ગેમ ૨૧૧ એમબી જેટલી હેવી છે એટલે પ્લે સ્ટોર તમને પહેલેથી ચેતવશે તેમ તમને વાઇ-ફાઇ મળતું હોય ત્યારે આ એપ ડાઉનલોડ કરવી ઠીક રહેશે.

તો હવે સીધા ખાબકીએ આ મજાની એપમાં!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop