fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ

તમે દિલ્હીમાં અક્ષરધામની મુલાકાત જરૂર લીધી હશે. પણ તમે તેની અનોખી સુંદરતાનાં દર્શન કર્યાં હશે જમીન પર રહીને.

અક્ષરધામનું, નીચે દર્શાવેલું સ્વરૂપ તમે ક્યારેય જોયું છે? બસ, આંગળી કે માઉસના હળવા ઇશારે દૃશ્યોની દિશા બદલતા જાઓ અને ઉપર હેલિકોપ્ટરનો આઇકન દેખાય તો તેના પર ક્લિક કરો…


આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સુંદર છે. પણ ખરેખર કેટલી સુંદર છે?

રશિયાના કેટલાક ફોટોગ્રાફર્સે, પૃથ્વીનાં કેટલાંક સૌથી સુંદર કુદરતી અને માનવસર્જિત સ્થળોની મુલાકાત લઈને તેમના એરિયલ પેનોરમા તૈયાર કર્યા છે.

આ લેખમાં, એ તમામ પેનોરમા બતાવતી વેબસાઇટ, એ ફોટોગ્રાફર્સના અનુભવો, પેનોરમા જોવાની રીત, પેનોરમા તૈયાર કરવાની પદ્ધતિ, આકાશમાંથી દિલ્હીના અક્ષરધામને જોવાનો અનુભવ વગેરે બાબતો આવરી લેવાઈ છે.


‘‘ઓસ્સમ… આ બધું એક સોનાની સીડીમાં કોપી કરો અને પછી બ્રહ્માંડમાં દૂર દૂર મોકલવાનો હોય એવા સેટેલાઇટમાં એ સીડી મોકલી દો, જેથી બીજા ગ્રહો પર જીવો વસતા હોય તો એમને ખબર પડે કે આપણી પૃથ્વી કેવી અદભુત છે!’’

આપણી પૃથ્વીની પ્રશંસા કરવાની આ કેવી મજાની રીત! શબ્દો તો સરસ છે જ, પણ એમાં પહેલી જ લીટીમાં લખેલા ‘આ બધું’ શબ્દો પર આપણી નજર અટકવી જોઈએ. ‘આ બધું’ એટલું શું? ઉપરના શબ્દો લખનારે એવું તે શું જોયું કે તેને પૃથ્વીની અપાર વિવિધતાનો દિલને સ્પર્શે એવો પરિચય થયો?

આ શબ્દો એક વેબસાઇટ પર આપેલી ગેસ્ટબુકમાં યુકેના માર્ક સેન્સમ નામની કોઈ વ્યક્તિએ લખેલા છે. ગેસ્ટબુકમાં થોડા આગળ વધીએ તો ચીન, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, સ્પેન, ઇન્ડોનેશિયા, ભારત, બેલ્જીયમ, બ્રાઝિલ, ઈરાન વગેરે વગેરે દેશોના અનેક લોકોએ ઇંગ્લિશ અથવા પોતપોતાની ભાષામાં કંઈક ઉપર લખેલા શબ્દો જેવા જ અભિપ્રાય આપ્યા છેે….”અમેઝિંગ વર્ક…ટ્ર્રુલી બ્રિલિયન્ટ… વોટ એ વન્ડરફૂલ વર્લ્ડ… એક્સલેન્ટ… ફેન્ટાસ્ટિક… બ્યુટિફૂલ… વાઉ… સિમ્પલી બ્રેથટેકિંગ…’’

ફરી એ જ સવાલ પાછો થાય છે – આ સાઇટ પર, આટલા બધા દેશોના લોકોએ એવું તે શું જોયું કે પ્રશંસાનો આવો પારાવાર છલકાઈ ઉઠ્યો છે?

આ સવાલનો પૂરેપૂરો જવાબ તો તમે આ સાઇટ પર જશો અને તેના પર મૂકવામાં આવેલા અનેક એરિયલ ૩ડી પેનોરમા જોશો તો જ આવશે, અત્યારે આપણે આ સાઇટ પર શું છે, આપણે એ કેવી રીતે પૂરેપૂરું માણી શકીએ, એ બધું કેવી રીતે સર્જવામાં આવ્યું છે, એના સર્જકો કોણ છે અને આ સર્જનક્રિયા કરતી વખતના તેમના અનુભવો કેવા રહ્યા વગેરે જાણી લઈએ.

‘સાયબરસફર’ના એક મેઇલનો હૂંફાળો પ્રતિસાદ આપીને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ફોટોગ્રાફર સરગેઈ રમયાન્ત્સેવે તેમના પ્રોજેક્ટ વિશે વધુ માહિતી અને ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા, એ બદલ એમનો આભાર માનીને આપણે આ રોમાંચક સફરમાં આગળ વધીએ…

અદભુત પેનોરમાની ઝલક

નીચે, આ સાઇટ પર પૃથ્વીનાં વિવિધ સ્થળોનાં તમે કેવા પેનોરમા જોઈ શકો છો એની એક ઝલક આપી છે. આંગળીના ઇશારે પેનોરમાની દિશા બદલતા જાઓ. ઉપર દેખાતા હેલિકોપ્ટર પર ક્લિક કરતાં ત્યાંથી લેવાયેલાં દૃશ્યો  જોઈ શકાશે.

હવે નીચેની કોઈ પણ ઇમેજ પર ક્લિક કરી, ફોટોગેલેરી જુઓ.

એરપેનો શું છે?

એરપેનો એ મોસ્કો, રશિયાના કેટલાક ઉત્સાહી ફોટોગ્રાફર્સે શરૂ કરેલો એક અનોખો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં પૃથ્વીનાં વિવિધ સુંદર કુદરતી કે માનવસર્જિત સ્થળોના હાઇ-રેઝોલ્યુશન ધરાવતા એરિયલ પેનોરમા તૈયાર કરવામાં આવે છે

(‘સાયબરસફર’ના જૂના વાચકો માટે પેનોરમા શબ્દ બિલકુલ અજાણ્યો નહીં હોય. તમે નવા નવા આ સફરમાં જોડાયા તો તમને વિનંતી કે એપ્રિલ ૨૦૧૨ના અંકમાં આપેલો “પેનોરમિક ફોટોગ્રાફી કેવી રીતે કરશો?’’ લેખમાં આ વિષયનું જરૂરી બેકગ્રાઉન્ડ મેળવી લેશો).

એરપેનો પ્રોજેક્ટમાં એન્ટાર્કટિક અને ઉત્તર ધ્રુવ સહિત, પૃથ્વીના તમામ ખંડોને આવરી લેતાં ૧૨૦ જેટલાં અદ્ભુત સ્થળોના લગભગ ૧૦૦૦ પેનોરમા તૈયાર કરવામાં આવ્યા છે. બીજાં ૭૦ જેટલાં સ્થળોની પણ ફોટોગ્રાફી થઈ ચૂકી છે અને તેના પેનોરમા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.

વિશ્વનાં અનન્ય સ્થળોની હાઇ-ટેક એરિયલ ફોટોગ્રાફીની આ આખી વાતમાં આપણા માટે કામનો એંગલ એ છે કે કલા અને ટેક્નોલોજીના ઉત્તમ ઉદાહરણ સમા આ તમામ પેનોરમાની મદદથી આપણે ઘેરબેઠાં આખી પૃથ્વીની ખરેખર રોમાંચક સફર માણી શકીએ છીએ.

મજાની વાત એ છે કે આ બધા જ પેનોરમા હાઇ-રેઝોલ્યુશનમાં તૈયાર કરવામાં આવ્યા છે અને એ જ સ્વરુપે પ્રોજેક્ટની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, પણ તે ઉપરાંત, પ્રમાણમાં જૂનાં અને નબળી ક્ષમતાનાં કમ્પ્યુટર તેમ જ ધીમા ઇન્ટરનેટ કનેક્શનવાળા લોકોને ધ્યાનમાં રાખીને મોટા ભાગના પેનોરમા લો-રેઝોલ્યુશનમાં પણ મૂકવામાં આવ્યા છે.

એરપેનો પ્રોજેક્ટમાં અત્યારે મોસ્કોના નવ ફોટોગ્રાફર સામેલ છે. તેમાં કોઈ એન્જિનીયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સની ડીગ્રી ધરાવે છે તો કોઈ મેડિકલ સાયબરનેટિક્સ વિષયના ગ્રેજ્યુએટ છે, પણ હવે શોખથી કે વ્યાવસાયિક ફોટોગ્રાફર તરીકે દુનિયાઆખીમાં ફરતા રહે છે. પોતાના વ્યાવસાયિક પ્રવાસ દરમિયાન તેઓ એરપેનો પ્રોજેક્ટ માટે પણ એરિયલ ફોટોગ્રાફી કરી લે છે.

પોતાનો સમય અને નાણાં ખર્ચીને કરવામાં આવતી આ સ્પેશિયલ ફોટોગ્રાફીમાંથી આ ફોટોગ્રાફર્સને સીધી કોઈ આવક થતી નથી, પણ ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરનું ધ્યાન તેમના કામ તરફ ખેંચાયું છે. ફોટોગ્રાફીના દેશવિદેશના અનેક એવોર્ડ્સ જીતી ચૂકેલા આ ફોટોગ્રાફર્સ નેશનલ જ્યોગ્રાફિક જેવાં મેગેઝિન અને સીએનએન જેવી ચેનલ પર પણ ચમકી ગયા છે.

માઉન્ટ એવરેસ્ટનો ઇન્ટરએક્ટિવ પેનોરમા

ઇન્ટરનેશનલ ઇકોનોમી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલ સરગેઈએ ઇકોનોમિસ્ટ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી, પણ વૈશ્ર્વિક મંદીના પગલે એણે બિઝનેસ સૂટ ઉતારીને ફોટોગ્રાફરનું જેકેટ ચઢાવી લીધું અને લેધર બ્રિફકેસને સ્થાને કેમેરા બેગ આવી ગઈ!

સીમેનોવ પોતાની આ મનગમતી પ્રવૃત્તિ વિશે કહે છે કે “આપણી પૃથ્વીનાં સૌથી સુંદર સ્થળોને લોકોએ અત્યાર સુધી ક્યારેય જોયાં ન હોય એ રીતે, બર્ડ આઇ વ્યૂથી લોકોની સમક્ષ રજૂ કરવાં અને ઇચ્છા પડે એ રીતે માઉસના ઇશારે ચોતરફનાં દૃશ્યો જોવાની સગવડ આપવી એ એરપેનોનું મિશન છે. ઘણાં કારણોસર લોકો ટ્રાવેલ કરી શકતા નથી. તેમની સાથે મારા ફોટોગ્રાફ્સ શેર કરવા માટે જ હું એરપેનો ટીમમાં જોડાયો છું.’’

તો તમે પણ તૈયાર છોને બિલકુલ અનોખી રીતે પૃથ્વીનો પ્રવાસ ખેડવા માટે?

આગળ શું વાંચશો?

  • આ બધા પેનોરમા કેવી રીતે જોશો?

  • સમજીએ પેનોરમાના કંટ્રોલ્સ

  • આ પેનોરમા કઈ રીતે તૈયાર થાય છે?

  • ઇગ્વાઝુ ધોધનો પેનોરમા

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.