ગયા મહિને, ૨૭ જુલાઈએ આપણી જ્યારે મધરાત હતી ત્યારે લંડનમાં ૩૦મા ઓલિમ્પિક વિશ્વ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો અને તમે આ વાંચતા હશો ત્યારે એના સમાપનની ઘડીઓ ગણાતી હશે કે સમાપન થઈ પણ ગયું હશે. અખબારોમાં તમે પાનેપાનાં ભરીને તેનું કવરેજ વાંચ્યું (કે ફક્ત જોયું!) હશે, પણ જે વાત નજરે નહીં ચઢી હોય તે અહીં કરી લઈએ.