એમેઝોનના કાંઠે આવેલાં ગાઢ વરસાદી જંગલો અને જૂના સ્માર્ટ ફોન્સ. આ બંને વચ્ચે કંઈ કનેક્શન ખરું?
હા, દુનિયાની બીજા નંબરની વિશાળ નદી એમેઝોનના કિનારે આવેલાં રેઇનફોરેસ્ટ એટલે કે વરસાદી જંગલો વિશ્વનાં સૌથી મોટાં જંગલો અને ધરતી પરની સૌથી જૂની જીવસૃષ્ટિ છે. હવે ચિંતાનો વિષય એ છે કે અવનવાં ઝાડપાન અને પશુપંખીઓથી ભરેલાં આ અદભુત જંગલો અદ્રશ્ય થઈ રહ્યાં છે અને એનું કારણ છે વૃક્ષ કાપવાની ગેરકાયદે પ્રવૃત્તિ. વૃક્ષ કપાવાના લીધે હવામાં ગ્રીનહાઉસ ગેસ ભળી રહ્યા છે અને સ્થિતિ ચિંતાજનક બની રહી છે.