વિન્ડોઝમાં ‘સ્ટીકી કી’ નામે એક ઉપયોગી સુવિધા છે, જે ક્યારેક તમને બહુ ગૂંચવી શકે છે! કમ્પ્યુટિંગ ટેકનોલોજી અને વેબ ટેકનોલોજી વિકસાવતી કંપનીઓ સામાન્ય રીતે વિવિધ પ્રકારની શારીરિક તકલીફ ધરાવતી વ્યક્તિઓ પણ જે તે ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકે તેની કાળજી રાખતી હોય છે. સ્ટીકી કી ફીચર આવી જ કાળજીનું પરિણામ છે.