Home Tags Pc & laptop

Tag: pc & laptop

નોટપેડ અને વર્ડપેડ વચ્ચે શું તફાવત છે?

ઘણી વાર ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા રસપ્રદ સવાલો આવી પડે છે કે એ વાંચીને ખરેખર ખુશાલી થાય! કમ્પ્યુટરનો ઉપયોગ કરતા સરેરાશ લોકો નોટપેડ સુધી પહોંચતા જ નથી ત્યારે નોટપેડ અને વર્ડપેડ વચ્ચેનો તફાવત જાણવાની જિજ્ઞાસા દર્શાવે છે કે હવે લોકો રોજબરોજની ટેકનોલોજીમાં ખરેખર ઊંડા ઊતરી રહ્યા છે. નોટપેડ અને વર્ડપેડમાં નોટપેડનો ઉપયોગ વધુ સામાન્ય છે તેમ છતાં ઘણા લોકો તેનાથી પણ અજાણ હોય છે. કમ્પ્યુટરમાં કંઈ પણ ટાઇપ કરવાની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો એમ જ માનતા હોય છે કે એ માટે માઇક્રોસોફ્ટ વર્ડ...

કી-બોર્ડની નજીવી ભૂલો સુધારો

પીસી કે લેપટોપમાં કામ કરતી વખતે ક્યારેક નાની નાની ભૂલો આપણને લાંબા સમય સુધી નડી શકે. જેમ કે ક્યારેક એવું બને કે તમે બ્રાઉઝર ઓપન કરીને કોઈ વેબસસર્વિસમાં તમારા યૂઝરનેમ-પાસવર્ડ આપીને લોગ-ઇન થવાનો પ્રયાસ કરી રહ્યા હો, તમને તમારો પાસવર્ડ બરાબર યાદ હોય, તમને ખાતરી હોય કે તમે પાસવર્ડ બરાબર જ ટાઇપ કરી રહ્યા છો અને તેમ છતાં સિસ્ટમ સતત તમને કહે કે તમે આપેલો પાસવર્ડ ખોટો છે! આવું થવાનાં બે-ત્રણ કારણો હોઈ શકે છે. પહેલું, તમે ભૂલથી કી-બોર્ડમાં કેપ્સ લોક ઓન કરી દીધું હોય. કી-બોર્ડ...

લેપટોપમાં ટચપેડ ડિસેબલ કરો

લેપટોપમાં માઉસનું કામ આપતું ટચપેડ એક એવી સુવિધા છે જે ઘણા લોકોને એકદમ માફક આવી જાય છે, તો ઘણા લોકોને માઉસ વિના ચાલતું નથી. આવા લોકો લેપટોપ સાથે રોજિંદું માઉસ કનેક્ટ કરીને કામ કરવાનું પસંદ કરે છે. આ રીત તો સહેલી છે, પણ માઉસ કનેક્ટ કર્યા પછી પણ ટચપેડ ઇનેબલ રહે તો ભૂલથી તેના પર આંગળી જતાં ભૂલો થવાનો સંભવ રહે. સારો વિકલ્પ એ છે કે આપણે જ્યારે પણ લેપટોપમાં વધારાનું માઉસ કનેક્ટ કરીએ ત્યારે ઇનબિલ્ટ ટચપેડ આપોઆપ ડિસેબલ થઇ જાય. વિન્ડોઝ-૧૦માં એવું કરવા માટે સ્ટાર્ટ બટન...

પેનડ્રાઇવ ફટ દઇને ખેંચી કાઢી શકાશે

અત્યાર સુધી આપણે પીસીમાં પેનડ્રાઇવ એટેચ કરી હોય તો કામ પૂરું થયા પછી તેને અનપ્લગ કરતી વખતે એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડતું હતું. એ માટે આપણે સ્ક્રીન જમણી તરફ નીચેની બાજુએ પેનડ્રાઇવની નિશાની પર ક્લિક કરીએ, પછી સિસ્ટમ આપણને કહે કે પેનડ્રાઇવ પીસીમાંથી દૂર કરવી સલામત છે, એ પછી જ આપણે પેનડ્રાઇવ બહાર કાઢતા હતા. આમ તો ઘણા લોકો સલામતીની આ પ્રક્રિયાને અનુસર્યા વિના સીધે સીધી પેનડ્રાઇવ ખેંચી કાઢતા હોય છે, પરંતુ તેમાં ક્યારેક પેનડ્રાઇવમાંનો ડેટા કરપ્ટ થવાની શક્યતા રહે છે. માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦માં આવા...

કમ્પ્યુટરનું કરામતી કેલ્ક્યુલેટર 🔓

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું પડે? જન્મદિવસે કોઈ કેટલા વર્ષના થયા? એમ પૂછે ત્યારે ફક્ત વર્ષમાં જવાબ દેવો પણ અઘરો પડતો હોય છે, એમાંય આપણે સ્કૂલના દિવસોમાં ઘડિયા પાકા કર્યું ન હોય એટલે હવે ચોપનમાંથી સાડત્રીસની બાદબાકી કરવા માટે પણ...

પીસીમાં જોયેલાં વેબપેજ, મોબાઇલમાં કેવી રીતે જોઈ શકાય?

જો  તમારી પાસે પીસી/લેપટોપ અને સ્માર્ટફોન બંને હશે તો તમારો અનુભવ હશે કે તમારી ડિજિટલ લાઇફ આ બંને ડિવાઇસ વચ્ચે વહેંચાયેલી રહે છે. ખરેખર તો, આપણી જિંદગી હવે મોબાઇલ,પીસી કે લેપટોપ, ટીવી વગેરે સ્ક્રીનમાં વહેંચાઈ ગઈ છે. આમાં કિન્ડલ કે મૂવી સ્ક્રીન પણ ઉમેરી શકાય, પરંતુ તેના આપણે જરૂરિયાત મુજબ થોડો અંકુશ મૂકી શકીએ. જ્યારે કામકાજની વાત હોય ત્યારે મોટા ભાગના લોકોને મોબાઇલ અને લેપટોપ વિના ચાલતું નથી. કોલેજમાં પહોંચી ગયેલા લગભગ દરેક સ્ટુડન્ટ્સ પાસે હવે સ્માર્ટફોન વત્તા લેપટોપ હોય છે. તેમ યંગ એક્ઝિક્યુટિવ્સ કે...

લેપટોપ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો?

આજકાલ કોલેજમાં પહોંચતા વિદ્યાર્થી, ખાસ કરીને એન્જિનીયરિંગના વિદ્યાર્થી માટે લેપટોપ અનિવાર્ય થઈ ગયું છે. આવો જાણીએ તેની ખરીદી વખતે મૂંઝવતા સવાલોના જવાબો. અગાઉના સમયમાં, પરીક્ષાઓ નજીક હોય ત્યારે છોકરાં સારી રીતે, ઉત્સાહથી ભણે એ માટે વડીલો કહેતા કે સારું પરિણામ આવશે, તો સાયકલ લાવી આપીશું! આ સાયકલ એટલે એક સરખી ડિઝાઇનની માત્ર કાળી સાયકલ મળતી એ જમાનાની વાત થઈ. પછી ઇનામમાં ઘડિયાળની લાલચ આવી, પછી મોબાઇલ-સ્માર્ટફોન આવ્યા અને હવે - જો કોલેજની વાત હોય - તો લગભગ અનિવાર્યપણે ઇનામમાં લેપટોપ મળે! બી.એ., બી.કોમ. બી.એસસી.માં એડમિશન મળ્યું...

પેનડ્રાઇવનું ફોર્મેટિંગ કઈ રીતે કરશો?

ઇન્ટરનેટ પર ફાઇલ્સની આપ-લે ઘણી સહેલી બન્યા પછી યુએસબી પેનડ્રાઇવનો ઉપયોગ હવે થોડો ઘટી રહ્યો છે. આમ છતાં ઘણા સંજોગમાં એવું બની શકે કે આપણે કોઈ મિત્ર કે ઝેરોક્ષ શોપના કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરવા માટે આપણી પેનડ્રાઇવ આપવી પડે. આપણે પોતાના કમ્પ્યુટરમાં નિયમિત રીતે અપડેટ કરેલ એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઇએ તો પણ બીજાના કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરેલ પેનડ્રાઇવની સલામતી પર ભરોસો ન રહે ત્યારે પેનડ્રાઇવને ફોર્મેટ કરી લેવી જરૂરી છે, જેથી તેમાં કોઈ પણ વાઇરસ કે માલવેર ઘૂસ્યા હોય તો તે ભૂંસાઈ જાય. આ માટે તમારા પીસીમાં...

વિન્ડોઝ-૧૦ પીસીને ઝડપી બનાવો

તમારી પાસે વિન્ડોઝ-૧૦ પીસી કે લેપટોપ છે? તેમાં બે કે ચાર જીબી જેટલી, આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે અપૂરતી ગણાય તેટલી રેમ છે? પરિણામે પીસી/લેપટોપ સતત ધીમું ચાલતું હોવાની તમારી ફરિયાદ છે? કમ્પ્યુટરની સિસ્ટમ પ્રોપર્ટીઝમાં ફક્ત એક સેટિંગ બદલીને તમે કમ્પ્યુટરને ઠીક ઠીક ઝડપી બનાવી શકો છો. આ સેટિંગ સુધી પહોંચવા માટે તમારા કમ્પ્યુટરમાં કોર્ટના સર્ચ બોક્સમાં Sysdm.cpl લખીને સર્ચ કરો અથવા વિન્ડોઝ એક્સપ્લોરરમાં ‘ધીસ પીસી’ પર રાઇટ ક્લિક કરીને ‘પ્રોપર્ટીઝ’ પસંદ કરો. તેની વિન્ડો ઓપન થાય તે પછી તેમાં ‘એડવાન્સ્ડ સિસ્ટમ સેટિંગ્સ’ ક્લિક કરો. હવે જુદી જુદી...

એક્સેલમાં અલાદ્દીનનો જિન પિવોટ ટેબલ

ગૃહિણીના બજેટથી માંડીને ગ્લોબલ બિઝનેસના ડેટાનું એનાલિસિસ એકદમ સરળ બનાવતા આ ફીચરનો ઉપયોગ બરાબર જાણી લો. કોઈ બાબત, દેખાતી હોય તેના કરતાં કેટલી ઊંડી છે એ દર્શાવવા માટે આપણી ભાષામાં ‘હીમશીલાની ટોચ બરાબર’ એવો એક શબ્દપ્રયોગ છે. કારણ કે હીમશીલાનો જેટલો ભાગ પાણીની ઉપર દેખાતો હોય તેનાથી નવ ગણો ભાગ પાણીની અંદર ડૂબેલો હોય છે. આ શબ્દપ્રયોગ એક્સેલ માટે કોઈ કાળે વાપરી શકાય તેમ નથી! કેમ કે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એક કોરી સ્પ્રેડશીટ ઓપન કરીએ ત્યારે એ સ્પ્રેડશીટનો જેટલો ભાગ આપણી નજરે ચઢે છે તેના કરતાં એ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.