ઇન્ટરનેટ સર્ફિંગમાં સમય બચાવો

જો તમે વિન્ડોઝ-૭નો ઉપયોગ કરતા હો તો તેમાં ડાયરેક્ટ ‘સ્ટાર્ટ મેનુ’ પરથી જ ઇન્ટરનેટ સર્ચ કરી શકો છો. એ માટે તમારા વિન્ડોઝ-૭માં નીચેના પગલાં લો…

  1. સૌ પ્રથમ ‘સ્ટાર્ટ મેનુ’ ઓપન કરી તેમાં સર્ચ GPEDIT.MSC ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો.
  2. ઓપન થયેલ Local Group Policy Editor વિન્ડોમાં ડાબી બાજુની પેનલમાં User Configuration  ઓપ્શનમાં જાઓ.
  3. ત્યાર બાદ Administrative Templates ઓપ્શનની અંદર Start Menu And Taskbar પર ક્લિક કરો.

હવે જમણી બાજુ જે લિસ્ટ દેખાય તેમાં Add Search Internet Link to Start Menu પર રાઇટ ક્લિક કરી એડિટમાં ‘ઇનેબલ્ડ’ ઓપ્શન સિલેક્ટ કરી ઓકે કરો.

હવે જ્યારે તમે ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવા માગતય હો ત્યારે  તમે ‘સ્ટાર્ટ મેનુ’માં કંઈ પણ લખી સર્ચ કરશો ત્યારે ‘સર્ચ ધ ઇન્ટરનેટ’નો વધારાનો વિકલ્પ મળશે, તેને સિલેક્ટ કરતાં તમારું જે ડિફોલ્ડ બ્રાઉઝર હશે તેમાં એ સાઇટ કે સર્ચ રિઝલ્ટ ઓપન થશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here