ઇન્ટરનેટ કનેક્શન આજે દરેક કમ્પ્યુટરની જરૂરિયાત છે. મોટા ભાગે આપણે સારી સ્પીડ માટે બ્રોડબેન્ડ કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. જેમાં ઇન્ટરનેટ ડેટાની લિમિટ હોય છે અને અનલિમિટેડ પ્લાન હોય તો પણ હાઇસ્પિડ ડેટા પ્લાનની લિમિટ પૂરી થઈ જાય એટલે સ્પિડ ધીમી થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં જરૂરી બને છે ઇન્ટરનેટ કનેક્શન પર કન્ટ્રોલ.