કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે મનપસંદ ગીત કે સંગીત સાંભળો…

આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે (સ્પિકર ચાલુ હોય ત્યારે) એક સાઉન્ડ સાંભળવા મળે છે, જે વિન્ડોઝનું ડિફોલ્ટ હોય છે. આ મ્યુઝિક સાંભળીને તમે કંટાળી ગયા હો અથવા તેની જગ્યાએ મનપસંદ મ્યુઝિક કે ગીત સાંભળવા માંગતા હો તો…

સૌ પહેલાં તો આપણે જે પણ ગીત સાંભળવા માંગતા હો તે wave ફોર્મેટની ફાઇલમાં હોવું જોઈએ. જો તમારી પાસે એ ગીત (કે મ્યુઝિકનો ટુકડો) એમપી૩ ફોર્મેટમાં હોય તો http://www.zamzar.com/ જેવી સાઇટ પર જઈ, આ એમપી૩ ફાઇલ અપલોડ કરી, તેને વેવ ફોર્મેટમાં કન્વર્ટ કરીને ડાઉનલોડ કરી શકાશે.

આ wav ફાઇલને કોપી કરો અને ‘સી’ ડ્રાઇવના વિન્ડોઝ ફોલ્ડરની અંદર મીડિયા ફોલ્ડરમાં પેસ્ટ કરી દો. વિન્ડોઝની વિવિધ ઇવેન્ટ વખતે જે પણ અવાજો આવતા હોય છે તેની બધી ફાઇલ અહીં જોવા મળશે.

હવે કંટ્રોલ પેનલમાં ‘સાઉન્ડ એન્ડ ઓડિયો ડિવાઇસીઝ’માં સાઉન્ડ ઓપ્શનમાં જોઓ.

તેમાં ‘પ્રોગ્રામ ઇવેન્ટ્સ’માં ‘સ્ટાર્ટ વિન્ડોઝ’ પર ક્લિક કરો. અહીં નીચે ‘બ્રાઉઝ’ પર ક્લિક કરશો એટલે મીડિયા ફોલ્ડર ખુલી જશે. ત્યાંથી તમારી પસંદગીની ફાઇલ સિલેક્ટ કરો અને એપ્લાય કરી ઓકે કરો.

હવે જ્યારે પણ કમ્પ્યુટર સ્ટાર્ટ કરશો ત્યારે તમારું મનપસંદ ગીત કે સંગીત સંભળાશે!

આ જ રીતે આપણે કમ્પ્યુટર રીસ્ટાર્ટ,  શટડાઉન, એરર, નોટિફિકેશન વગેરેનો સાઉન્ડ પણ અહીંથી બદલી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here