Home Tags Music

Tag: music

મ્યુઝિક એપ્સમાં ઘોંઘાટ વધ્યો 🔓

સ્પોટિફાય અને યુટ્યૂબ મ્યુઝિકના આગમનથી ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રીમિંગમાં હરીફાઈ વધી ભારતમાં મ્યુઝિક એપ્સના ફિલ્ડમાં ઘોંઘાટ વધી રહ્યો છે! હજી હમણા સુધી ગાના, વિંક, જિઓસાવન, કે હંગામા મ્યુઝિક જેવી મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્સનો દબદબો હતો, પણ હવે તેમને સ્પોટિફાય અને યુટ્યૂબ મ્યુઝિક જેવી ગ્લોબલ જાયન્ટ મ્યુઝિક સર્વિસીઝ તરફથી જબરી હરીફાઇ મળી રહી છે. ભારતીય એપ્સ ઉપરાંત ગૂગલ પ્લે મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક અને આઇટ્યૂન્સ/એપલ મ્યુઝિક સર્વિસ પહેલેથી ભારતમાં એક્ટિવ હતી. હવે આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્પોટિફાય ભારતમાં લોન્ચ થઈ અને ગયા અઠવાડિયે, માર્ચમાં યુટ્યૂબ મ્યુઝિક પણ લોન્ચ થઈ ગઈ. સંગીત...

ક્વિક ક્લિક્સ

આગળ શું વાંચશો? ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો જીમેઈલ એકસેસ કરો - નેટ કનેકશન વિના સોશિયલ મીડિયાનો બેકઅપ મનભરીને માણો મન્નાડે ભારખેમ ફાઈલ ટ્રાન્સફર કરો સહેલાઈથી ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો ડિજિટલ કેમેરા, સ્માર્ટફોન, લેપટોપ, ડીવીડી પ્લેયર, હોમથિયેટર, આઇપોડ... કેટકેટલાં ગેજેટ્સ આપણા ઘરમાં આવવા લાગ્યાં છે! દરેકમાં જાતભાતનાં ફીચર્સ. ફંક્શનિંગ પણ જુદું જુદું. રીડર્સ ડાઇજેસ્ટ સામયિકમાં એક વાર એક એસ્ટ્રોનોટે લખ્યું હતું કે "વીસીઆરનાં બધાં ફંક્શન્સ સમજવા કરતાં સ્પેસ શટલ ચલાવવું મને સહેલું લાગે છે. જો દરેક ગેજેટ...

ઓડિયો એમપી૩ ફાઇલ્સનું ‘વિમુદ્રીકરણ’?

આગળ શું વાંચશો? એમપી૩ ફોર્મેટ કેમ આટલું ચાલ્યું? એમપી૩ કેવી રીતે કામ કરે છે? તમે ગીત-સંગીતના શોખીન હો અને એમપી૩ શબ્દ તમારા કાને પહોંચ્યો ન હોય એવું બની જ ન શકે. હા, આ શબ્દનો ખરો અર્થ શો છે એ તમને ન સમજાયું હોય એવું બની શકે ખરું! તમારું પીસી હોય કે મોબાઇલ, બંનેમાં અચૂકપણે ઢગલાબંધ એમપી૩ ફાઇલ્સ હોવાની. એટલે જ હમણાં આવેલા એમપી૩ વિશેના સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે. આ સમાચાર મુજબ, એમપી૩ ફાઇલ્સનો ઓફિશિયલી અંત આવ્યો છે, સંગીતની ફાઇલ્સ માટેના વિશ્વના આ સૌથી...

વડીલોને મ્યુઝિક સાંભળવા કયું સાધન સૌથી અનુકૂળ રહે?

સવાલ લખી મોકલનારઃ રાજન ત્રિવેદી, અમદાવાદ રાજનભાઈએ ખરેખર તો સવાલ સાથે જવાબો પણ સૂચવ્યા છે અને કદાચ એમના જેવી મૂંઝવણ આપણામાંથી ઘણા લોકો અનુભવતા હોઈશું. આપણે તો મોબાઇલમાં કે પીસીમાં બહુ સહેલાઈથી મ્યુઝિક એપ્સ કે સાઇટ્સ કે સીડીની મદદથી આપણો સંગીત સાંભળવાનો શોખ પૂરો કરી લઈએ, પણ જેમને આ બધાં સાધનોના ઉપયોગની ઓછી ફાવટ છે એવા પરિવારના વડીલો માટે સૌથી સહેલું કયું સાધન ગણાય? રાજનભાઈએ ત્રણ વિકલ્પ સૂચવ્યા છે, યુએસબી પોર્ટ અને એફએમ સાથેનાં સ્પીકર્સ, સ્પીકર સાથે કમ્પ્યુટર અને સ્પીકર સાથે મોબાઇલ ફોન. ટેપ રેકોર્ડર્સ કે સીડી...

કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે મનપસંદ ગીત કે સંગીત સાંભળો…

આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે (સ્પિકર ચાલુ હોય ત્યારે) એક સાઉન્ડ સાંભળવા મળે છે, જે વિન્ડોઝનું ડિફોલ્ટ હોય છે. આ મ્યુઝિક સાંભળીને તમે કંટાળી ગયા હો અથવા તેની જગ્યાએ મનપસંદ મ્યુઝિક કે ગીત સાંભળવા માંગતા હો તો... સૌ પહેલાં તો આપણે જે પણ ગીત સાંભળવા માંગતા હો તે wave ફોર્મેટની ફાઇલમાં હોવું જોઈએ. જો તમારી પાસે એ ગીત (કે મ્યુઝિકનો ટુકડો) એમપી૩ ફોર્મેટમાં હોય તો http://www.zamzar.com/ જેવી સાઇટ પર જઈ, આ એમપી૩ ફાઇલ અપલોડ કરી, તેને વેવ ફોર્મેટમાં કન્વર્ટ કરીને ડાઉનલોડ કરી શકાશે. આ wav ફાઇલને...

મન શાંત કરવું છે?

એક દિવસમાં લગભગ કેટલો સમય તમે કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર કરો છો? તમારું કામ કે વ્યવસાય કેવો છે એની પર બધો આધાર છે, પણ સતત કમ્પ્યુટર સામે રહેવાની આડઅસરોથી બચવાનો એક ઉપાય એ છે કે વધુમાં વધુ ૨૦ મિનિટ સુધી કમ્પ્યુટર પર વ્યસ્ત રહ્યા પછી ઊભા થઈ જવું (ખરેખર તો હવે દુનિયાભરમાં, ઓફિસમાં પણ ઊભા ઊભા જ કામ કરવાનું ચલણ વધી રહ્યું છે!). પરંતુ જો તમને તમારું કામ ભરપૂર ગમતું હોય તો શક્ય છે કે તમે એમાં એવા પરોવાઈ જાવ કે વીસ મિનિટે ઊભા થવાનું યાદ...

સંગીતના સથવારે સુખદ નિંદ્રાનો આનંદ!

રોજબરોજના જીવનની તણાવભરી સ્થિતિ અને ઉકળાટભર્યા વાતાવરણમાં રાત્રે શાંત ઊંઘ માણવી હોય તો મંદ મધુર સંગીત ઘણું મદદરુપ થઈ શકે. પણ એમાં એક તકલીફ હોય છે. આપણે આપણી પસંદગીનાં ગીતો કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની સરસ સીડી તૈયાર કરી હોય પણ મ્યુઝિક પ્લેયરમાં એ મૂકીને ઊંઘી જઈએ તો આખી રાત પ્લેયર ચાલુ રહે (અને ક્યારેક તો સીડી પૂરી થયા પછી તેમાં જુદા જુદા અવાજ પણ આવે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે)! એમ થવા ન દેવું હોય તો સીડી પૂરી થાય કે ઊંઘ આવવા લાગે એ સાથે સીડી પ્લેયર બંધ...

ક્રોમમાં ઓડિયો મ્યૂટ કરવાની સુવિધા

હવે સંખ્યાબંધ વેબસાઇટ્સ પર વીડિયો એડનું ચલણ શરુ થયું છે. આપણે એ વેબપેજ પર પહોંચીએ એટલે પેલી વીડિયો એપ આપોઆપ પ્લે થવાનું શરુ થાય. જો આપણે ક્રોમ (કે કોઈ પણ બ્રાઉઝર)માં જુદી જુદી સંખ્યાબંધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઈ રહ્યા હોઈએ તો તેમાંની ફક્ત ત્રણ-ચાર સાઇટ પર વીડિયો એડ પ્લે થવા લાગે તો પણ આપણા સ્પીકરમાં ઘોંઘાટ થઈ જાય. જો આપણે યુટ્યૂબ પર કોઈ વીડિયો શોધી રહ્યા હોઈએ અને  જુદી જુદી ટેબમાં અલગ અલગ વીડિયો ઓપન કરીએ તો પણ આ જ તકલીફ થાય. આપણે વીડિયો એડવાળી...

રેડિયો સાંભળો નવા સ્વરૂપે

૧૩ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કોએ જ્યારે ૧૩ ફેબ્રુઆરીને વર્લ્ડે રેડિયો તરીકે જાહેર કર્યો ત્યારે તેનાં કેટલાંક મજબૂત કારણ આપ્યાં હતાં. સંસ્થાના મતે રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું મીડિયમ છે. એટલું જ નહીં તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે, આ અવાજ શ્રોતાઓ વચ્ચે કોઈ અંતર રાખતો નથી. નિરક્ષર, વિકલાંગ, વૃદ્ધ, મહિલા, યુવાનો, બાળકો બધા રેડિયોને સાંભળી શકે છે, તે તેનું જમા પાસું છે. તેથી રેડિયોનું એક નોખું જ મહત્ત્વ છે, પણ આજે આપણે વાત કરવી છે...

અલગ સંગીતની અનોખી સાઇટ્સ

સંગીતના રસિયાઓ માટે ઇન્ટરનેટ બહુ મોટો ખજાનો છે. જો શોધવા બેસો તો એક પ્રકારના એક સ્રોત મળી આવે છે. જો તમારો શોખ ફિલ્મી ગીતો કે ગઝલ પૂરતો સીમિત હોય તો યુટ્યૂબ જ તમારી બધી અપેક્ષા પૂૂરી કરી લેશે. તેા સિવાય પણ સંખ્યાબંધ સાઇટ્સ પર અઢળક ફિલ્મી ગીતો મળી રહે, પણ જો તમે શાસ્ત્રીય સંગીત અને વેર્સ્ટન તેમ જ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના ફ્યુઝમાં રસ હોય તો તમારે માટે નોંધ લેવા જેવી સાઇટ્સ છે...   ragga.com & raag.fm. બંનેના નામમાં નજીવો તફાવત છે, પણ મ્યુઝિકના કલેક્શનમાં ખાસ્સો ફેર...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.