હાર્ડ ડિસ્ક દગો દે તે પહેલાં…

જો તમે તમારી મહત્વની ફાઇલ્સ, ફોટોગ્રાફ્સ વગેરે એક જ કમ્પ્યુટરમાં સેવ કર્યાં હોય તો સમયસર ચેતી જજો. હાર્ડ ડિસ્ક ગમે ત્યારે અચાનક બગડી શકે છે, અલબત્ત તેનાં ચિહ્નો થોડા સમય પહેલાંથી દેખાવા લાગે છે.

કુદરતનાં અદભુત સર્જનોમાંના એક, માણસ જેવા માણસને પણ સમયનો ઘસારો લાગતો હોય તો કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક તો કઈ વાડીની મૂળી? આપણે એના ભરોસે આપણી ઘણી મૂલ્યવાન ફાઇલ્સ હાર્ડ ડિસ્કમાં ખડકી હોય, પણ એ ગમે ત્યારે દગો દઈ શકે છે.

સામાન્ય રીતે, કમ્પ્યુટરની અંદર ફિટ થતી હાર્ડ ડ્રાઇવ કે ડિસ્કની આવરદા પાંચથી દસ વર્ષની મનાય છે. એ કઈ કંપનીની છે, કયા પ્રકારની છે, ધૂળ, ગરમી, ભેજ વગેરેનો તેણે કેટલો સામનો કરવો પડે એ બધી બાબતો પર તે કેટલું ચાલશે તેનો આધાર હોય છે. લેપટોપ અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક મોટા ભાગે માંડ ત્રણથી પાંચ વર્ષ જેટલું ચાલતી હોય છે. આટલી ટૂંકી આવરદા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણો મહત્વનો ડેટા લાંબા સમય માટે સ્ટોર કરવા માટે આ સલામત રસ્તો નથી.

શેરબજારની જેમ હાર્ડ ડિસ્ક ગમે ત્યારે આપણને દગો દે, એવી સ્થિતિમાંથી બચવાના બે જ ઉપાય છે, હાર્ડ ડિસ્કની હેલ્થ પર નજર રાખવી અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક કે ક્લાઉડ સ્ટોરેજમાં બેકઅપ લેતા રહેવું. બેકઅપ વિશે આપણે અવારનવાર વાત કરી છે, પણ હાર્ડ ડિસ્કની તબિયત બગડી રહી હોવાના સંકેતો અહીં ટૂંકમાં જાણી લઈએ.

આગળ શું વાંચશો?

  • હાર્ડ ડિસ્કની આવરદા કેવી રીતે વધારી શકાય?

Please to view this content. (Not a member? Join Today!)
February-2016

[display-posts tag=”048_february-2016″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here