fbpx

| Hardware

હાર્ડ ડિસ્ક અને એસએસડી વચ્ચે શું ફેર છે અને એસએસડીની કિંમત કેમ વધારે હોય છે?

સવાલ મોકલનાર : અનિલ ખોડિદાસ પટેલ, મહેસાણા હજી હમણાં સુધી આપણે લેપટોપ કે ડેસ્કટોપ ખરીદીએ તો તેમાં સ્ટોરેજ કેપેસિટી માટે આપણને ખાસ કોઈ વિકલ્પ મળતા નહોતા. દરેક ડેસ્કટોપ કે લેપટોપમાં હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (એચડીડી) નામે ઓળખાતી વ્યવસ્થાથી ડેટા સ્ટોર કરવાની સગવડ મળતી હતી. હવે...

જાણી લો વાઇ-ફાઇ સિગ્નલ ડ્રોપ થવાનાં કારણો

આગળ શું વાંચશો? રેડિયો સિગ્નલમાં અંતરાય રાઉટરથી ડિવાઇસનું અંતર રાઉટર પર વધુ પડતું ભારણ ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર જો તમે ઘરમાં રાઉટર વસાવ્યું હોય અને તેની મદદથી તમારા ઘરમાં પીસી, લેપટોપ અને મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ સિગ્નલથી...

તમારા ફોનમાં ખરેખર કેટલી રેમ જોઈએ?

કમ્પ્યુટર ૨ જીબી રેમથી ચાલે, તો સ્માર્ટફોનમાં ૪-૬ જીબી કેમ જોઈએ? અમદાવાદના વાચકોને યાદ હશે કે પાંચ-છ મહિના પહેલાં, શહેરના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને તેને કારણે શહેરના રસ્તાઓ પર કચરાના ઢગ ખડકાવા લાગ્યા હતા. સામાન્ય રીતે એમની કામગીરી આપણી નજરે ન ચઢે, પણ એ લોકો...

આખા ઘરમાં વાઇ-ફાઇ સિગ્નલ બરાબર પકડાતાં નથી, કોઈ ઉપાય?

સવાલ મોકલનારઃ  અશોક કાલાવડિયા, રાજકોટ સામાન્ય રીતે આપણે કોઈપણ કંપનીનું બ્રોડબેન્ડ કનેકશન લઈએ ત્યારે તેની સાથે એક રાઉટર મળતું હોય છે. આ રાઉટરમાં આપણે પીસીને કેબલથી કનેક્ટ કરી શકીએ છીએ અને જો રાઉટરમાં વાઈ-ફાઈની સુવિધા હોય તો વાઈ-ફાઈની સુવિધા ધરાવતા લેપટોપ અને...

આવે છે નવા પ્રકારના યુએસબી

સાચું કહેજો, તમારા ફોનમાં ચાર્જિંગ માટે યુએસબી કનેક્ટર લગાવતી વખતે કે લેપટોપ/પીસીમાં યુએસબી પેનડ્રાઇવ કે માઉસ-કીબોર્ડ-પ્રિન્ટર વગેરેના યુએસબી પ્લગ ભરાવતી વખતે તમે થોડી મથામણ અને અકળામણ અનુભવો છો કે નહીં? મથામણ એટલા માટે કે હાલનાં પ્રચલિત યુએસબી કનેક્ટરમાં એક તરફનો ભાગ...

હાર્ડ ડિસ્ક દગો દે તે પહેલાં…

જો તમે તમારી મહત્વની ફાઇલ્સ, ફોટોગ્રાફ્સ વગેરે એક જ કમ્પ્યુટરમાં સેવ કર્યાં હોય તો સમયસર ચેતી જજો. હાર્ડ ડિસ્ક ગમે ત્યારે અચાનક બગડી શકે છે, અલબત્ત તેનાં ચિહ્નો થોડા સમય પહેલાંથી દેખાવા લાગે છે. કુદરતનાં અદભુત સર્જનોમાંના એક, માણસ જેવા માણસને પણ સમયનો ઘસારો લાગતો હોય...

લોકપ્રિય બની રહ્યાં છે લેપટેબ

તમે ટેબલેટ જેવી મોબિલિટી અને લેપટોપ જેવી કન્વીનિયન્સ એક સાધનમાં શોધી રહ્યા હો તો, જુદી જુદી ક્ષમતાનાં અને અલગ અલગ બજેટને અનુરૂપ એવાં ટુ-ઇન-વન ડિવાઇસીઝની રેન્જ વિસ્તરી રહી છે. એક તરફ પીસી-લેપટોપ અને બીજી તરફ સ્માર્ટફોન-ટેબલેટ, અત્યાર સુધી આપણે આ બે અંતિમો વચ્ચે...

સીપીયુના ફેનમાં ક્યારેક અવાજ કેમ આવે છેે?

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! જેમ આપણે મગજ ઠંડું રાખવું જરૂરી હોય છે, તેમ કમ્પ્યુટરના મગજ જેવા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ)ને પણ ઠંડું રાખવું જરૂરી...

૫૧૨ જીબીનું એસડી કાર્ડ

ડિજિટલ ડેટાનું પ્રમાણ કેટલું વધતું જાય છે એ જુઓ - હવે આપણે એસડીકાર્ડ લેવા જઈએ તો દુકાનદાર ૮ કે ૧૬ જીબીનું એસડી કાર્ડ બતાવે છે. ૨-૪ જીબીનાં કાર્ડ તો હવે જાણે ખોવાઈ જ ગયાં છે. જોકે હવે ૮-૧૬ જીબીનાં કાર્ડ પણ ભૂલાવા લાગે એવા દિવસો દૂર નથી. છેક ૨૦૦૩માં સેન્ડિસ્ક કંપની ૫૧૨...

લેપટોપમાં અલગથી કી-બોર્ડ લગાવી શકાય?

બિલકુલ લગાવી શકાય. સવાલ સાદો છે, પણ ઘણા લોકોને સતાવતો હોય છે. પહેલી દૃષ્ટિએ, લેપટોપમાં કી-બોર્ડ તો હોય જ છે, પછી બીજું કી-બોર્ડ લગાવવાની શી જરુર એવો વિચાર પણ આવી શકે. પરંતુ, ઘણાં કારણોસર આવી જરુર ઊભી થઈ શકે છે. એક તો, લાંબા સમય સુધી પીસી પર મોટી કીવાળા કી-બોર્ડ પર કામ...

લેપટોપમાં હીટ+બેટરી મેનેજમેન્ટ

લેપટોપ તમારા જીવનનો એક અંતરંગ ભાગ હોય તો તેને હેમખેમ રાખવા અંગેની કેટલીક વાતો જાણી લેવા જેવી છે. આગળ શું વાંચશો? લેપટોપમાં પાવર સેવિંગ કરો આ રીતે... હજી થોડા સમય પહેલાં એવી સ્થિતિ હતી કે લોકોને મીઠી મૂંઝવણ થતી હતી - ડેસ્કટોપ લેવું કે લેપટોપ? હવે મૂંઝવણનો પ્રકાર બદલાયો...

કમ્પ્યુટરની સાફસફાઈ : ડીફ્રેગમેન્ટેશન

કમ્પ્યુટરના યોગ્ય ઉપયોગ માટે એની યોગ્ય સફાઈ જરુરી છે - બહારથી અને અંદરથી. બહારની સફાઈ તો સહેલી છે, અંદરની સફાઈની સરળ રીત અહીં સમજાવી છે. પરીક્ષાઓ આવે ત્યારથી આપણે સૌ - પરીક્ષા આપનારા અને એનું ટેન્શન રાખનારા બાકીના સૌ - પરીક્ષા પછી વેકેશનમાં શું શું કરશું એનું પ્લાનિંગ...

જામ થયેલી સીડી ડ્રાઇવ કઈ રીતે ખોલી શકાય?

કમ્પ્યુટર સાથે દિવસરાતનો સંબંધ હોય તોય તેની કેટલીક વાતો અને ખૂબીઓ આપણા સાવ ધ્યાન બહાર હોય એવું બની શકે છે. અહીં જાણો એવી અજાણી ખૂબી. કમ્પ્યુટર કે લેપટોપની સીડી કે ડીવીડી ડ્રાઇવ સામાન્ય રીતે તેનું ઇજેક્ટ બટન પ્રેસ કરીને ઓપન કરી શકાય છે. પણ સમય જતાં તેનું મિકેનિઝમ થોડું...

સમજીએ કમ્પ્યુટરની રેમ અને હાર્ડ ડિસ્ક

કમ્પ્યુટર જેનો વ્યવસાય નથી એમને રેન્ડમ એક્સેસ મેમરી અને હાર્ડ ડિસ્ક ડ્રાઇવ વચ્ચે ગૂંચવણ થઈ શકે છે. અહીં આપેલી પ્રાથમિક સમજ મદદરુપ થશે. નવું કમ્પ્યુટર ખરીદવાનું વિચારતા હો ત્યારે કે જૂનું કમ્પ્યુટર બહુ ધીમું ચાલતું હોય ત્યારે તેને અપગ્રેડ કરવા માટે કોઈ ઓળખીતા કમ્પ્યુટર...

ડિજિટલ સ્ટોરેજ : કર લો દુનિયા મુઠ્ઠી મેં

જીબી સ્ટોરેજની ક્ષમતા હોય એની કોઈ નવાઈ નથી રહી અને ટચૂકડી પેનડ્રાઇવમાં પણ પાર વગરનો ડેટા સમાઈ જાય છે ત્યારે ડિજિટલ સ્ટોરેજના શરૂઆતથી આજ સુધીના પડાવો પર એક નજર. એક સમયે જ્યારે મોબાઇલના હેન્ડસેટ ઈંટની યાદ અપાવે એવા તોતિંગ હતા અને કોલના દર એથીય વધુ વજનદાર હતા એ સમયે, સાવ...

Pleases don`t copy text!