બિલકુલ લગાવી શકાય. સવાલ સાદો છે, પણ ઘણા લોકોને સતાવતો હોય છે. પહેલી દૃષ્ટિએ, લેપટોપમાં કી-બોર્ડ તો હોય જ છે, પછી બીજું કી-બોર્ડ લગાવવાની શી જરુર એવો વિચાર પણ આવી શકે. પરંતુ, ઘણાં કારણોસર આવી જરુર ઊભી થઈ શકે છે. એક તો, લાંબા સમય સુધી પીસી પર મોટી કીવાળા કી-બોર્ડ પર કામ કરવાની આદત પડી ગઈ હોય તો પછી લેપટોપના નાના કી-બોર્ડ પર કામ કરવું ઘણા લોકોને મુશ્કેલ લાગે છે.