Home Tags Microsoft windows

Tag: microsoft windows

કમ્પ્યુટરનું કરામતી કેલ્ક્યુલેટર 🔓

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું પડે? જન્મદિવસે કોઈ કેટલા વર્ષના થયા? એમ પૂછે ત્યારે ફક્ત વર્ષમાં જવાબ દેવો પણ અઘરો પડતો હોય છે, એમાંય આપણે સ્કૂલના દિવસોમાં ઘડિયા પાકા કર્યું ન હોય એટલે હવે ચોપનમાંથી સાડત્રીસની બાદબાકી કરવા માટે પણ...

વિન્ડોઝમાં એકથી વધારે ફાઇલ સિલેક્ટ કરવા માટે ‘ચેકબોક્સ’ કેવી રીતે લવાય?

મોટા ભાગના કમ્પ્યુટર યૂઝર કામ કરે ત્યારે હંમેશા બને એટલા શોર્ટકટનો ઉપયોગ કરવા માગતા હોય છે, પરંતુ સામે એવા પણ ઘણા લોકો હોય છે, જેમને માઉસથી કામ કરવામાં જ સરળતા રહે છે. આવા લોકોને કાં તો બધા શોર્ટકટ યાદ રહેતા નથી અથવા જેટલું નજર સામે હોય તેનો જ તેઓ ઉપયોગ કરી શકે. આવા લોકોને ઉપયોગી થઈ શકે ‘ચેક બોક્સ’ ઓપ્શન. આ ઓપ્શન ઓન કરવાથી જ્યારે પણ વિન્ડોઝ એક્સપ્લોરરમાં એકથી વધારે ફાઇલને સિલેક્ટ કરવાની હોય ત્યારે કંટ્રોલ કી સાથે ક્લિક કરવાને બદલે, ચેક બોક્સમાં ટિક કરી...

પ્રિન્ટ કમાન્ડ કેન્સલ કેવી રીતે કરી શકાય?

કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢતી વખતે તમે ક્યારેક ને ક્યારેક પ્રિન્ટરમાં કાગળ ફસાઈ જવાની સમસ્યાનો સામનો કર્યો હશે. એ સિવાય અન્ય કોઈ કારણસર પણ આપણે આપેલી પ્રિન્ટ, પ્રિન્ટર પ્રિન્ટ કરે નહીં એવું બની શકે. તકલીફ ત્યારે સર્જાય જ્યારે આપણે એ જ પ્રિન્ટ ફરી મેળવવી હોય અથવા તો ત્યાર પછી લેવાની બધી પ્રિન્ટ પણ ખોરવાઈ જાય. આમ થવાનું કારણ એ હોય છે કે જ્યારે આપણે કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કરવાનો કમાન્ડ આપીએ ત્યાર પછીની કાર્યવાહી સીધી પ્રિન્ટરમાં થવાને બદલે આપણા પ્રિન્ટરને સંબંધિત એક સોફ્ટવેરમાં થાય છે. આ સોફ્ટવેર તેને મળેલા...

કોપી કરો ફાઇલ પાથ

ઘણી વાર આપણે કોઈ ફાઇલ કે ફોટો કોઈ જગ્યાએ અપલોડ અથવા તો ઈ-મેઇલ કરવાનો હોય ત્યારે આપણે પહેલાં તો એ ફાઇલ કે ફોટો કમ્પ્યુટરમાં જે તે ડ્રાઇવમાં (ફોલ્ડરની અંદર ફોલ્ડર અને એમાં પણ ફોલ્ડર!) જ્યાં હોય ત્યાં તેને શોધવાની જરૂર પડે. પછી જ્યાં અપલોડ કરવો હોય કે કોઈને ઈ-મેઇલ કરવો હોય તો ત્યાં ‘બ્રાઉઝ’ના ઓપ્શન પર ક્લિક કરી જ્યાં ફોટો કે ફાઇલ પડેલી હોય ત્યાં સુધીનું લોકેશન બતાવવું પડે. પરંતુ આપણે ફાઇલનો પાથ કોપી કરેલ હોય તો ‘બ્રાઉઝ’ ઓપ્શનમાં એ પાથ પેસ્ટ (Ctrl+V) આપી ઓકે કરવાથી...

વિન્ડોઝમાં તમારું કામ સહેલું અને સ્માર્ટ બનાવવા માટે જાણી લો કેટલીક મજાની ટ્રીક્સ…

Alt+P:  વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન હોય ત્યારે કોઈ ફાઇલને સિલેક્ટ કર્યા પછી Alt+P કી પ્રેસ કરતાં જમણી તરફ એક પ્રીવ્યૂ પેનલ ખૂલશે અને તેમાં તમે સિલેક્ટ કરેલી ફાઇલ જોઈ શકાશે. ફોટોગ્રાફ, માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ, પીડીએફ વગેરે ફાઇલના પ્રીવ્યૂ તમે અહીંથી જ જોઈ શકશો. Windows Key + Up Arrow, Windows Key + Down Arrow: કમ્પ્યુટર સ્ક્રીન પર કોઈ પણ વિન્ડો ઓપન હોય તેને મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કરવા માટે તમે વિન્ડોઝ કી સાથે અપ કે ડાઉન એરો કીનો ઉપયોગ કરશો તો તમારું કામ ઘણું સહેલું થશે. Windows Key + +, Windows Key +...

કમ્પ્યુટરમાં બે વિન્ડોમાં કામ કરવું સહેલું બનાવો આ રીતે…

તમારે કમ્પ્યુટરના સ્ક્રીન પર બે વિન્ડો એક સાથે ઓપન કરીને કામ કરવાનું થાય છે? તો બે વિન્ડોને આખા સ્ક્રીનના બરાબર અડધા અડધા ભાગમાં વહેંચી નાખવા માટે વિન્ડોની ઉપલી પટ્ટીએથી તેને ડ્રેગ કરી સ્ક્રીનને ડાબે કે જમણે છેડે લઈ જાઓ. એ વિન્ડો આપમેળે બરાબર અડધા ભાગમાં ગોઠવાઈ જશે. એ જ રીતે બીજી વિન્ડો ગોઠવી દો. વાત નાની છે, પણ એક વાર આદત પડી જશે પછી વિન્ડો તમે આ જ રીતે નાની કરતા થઈ જશો!

સમજીએ કમ્પ્યુટરની કંટ્રોલ પેનલ

કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ એટલે તેની ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય. અહીં પહોંચીને આપણે વિવિધ રીતે કમ્પ્યુટરની રીત-ભાત અને આપણી સગવડતા નક્કી કરી શકીએ છે. આગળ શું વાંચશો? સિસ્ટમ એન્ડ સિક્યુરિટી નેટવર્ક એન્ડ ઈન્ટરનેટ હાર્ડવેર એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ્સ યુઝર એકાઉન્ટ એન્ડ ફેમિલિ સેફટી એપિરિયન્સ અને પર્સનલાઈઝેશ ક્લોક, લેંગ્વેજ એન્ડ રિઝન ઈઝ ઓફ એક્સેસ દરેક મોટી સફરની શ‚રુઆત એક નાના કદમથી થાય છે’ વિદ્વાનો આવું કહી ગયા છે. આપણા સંદર્ભમાં, વિશાળ વેબજગતમાં આપણી સફરની શ‚રુઆત આપણા પોતાના કમ્પ્યુટરથી થાય છે, એને જેટલું વધુ જાણીએ એટલો આપણને વધુ લાભ!  કમ્પ્યુટરને વધુ જાણવા...

કોર્ટનાનો લાભ ભારતીય યૂઝર્સને

સ્માર્ટફોનની વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો દબદબો વધી રહ્યો છે. એપલની સિરી, ગૂગલી નાઉ અને વિન્ડોઝની કોર્ટના સર્વિસમાં, આપણી જરૂરિયાતો પારખી લેવાની રીતસર હરીફાઇ મચી છે. સિરી અને નાઉનો ઘણા સમયથી ભારતીય યૂઝર્સને લાભ મળી રહ્યો છે, પણ  કોર્ટના માટે વિન્ડોઝ ફોન યૂઝર્સે રાહ જોવી પડી છે. વિન્ડોઝ ૮.૧માં તેું મર્યાદિત વર્ઝન ઉલબ્ધ હતું, પણ આખરે વિન્ડોઝ ૧૦ના બેસ્ટ ફીચર ગણાયેલ કોર્ટનાનો લાભ હવે ભારતીય યૂઝર્સને મળશે. યૂઝર્સ કોર્ટાની મદદથી રેલવે બુકિંગું  પીએનઆર સ્ટેસસ જાણવું, મૂવી ટિકિટ બુક કરવી કે એરટેલ અને વોડાફોન જેવી...

વિન્ડોઝ એક્સપી, ૭ અને ૮માં હીડન ફાઇલ કેવી રીતે શોધી શકાય?

સવાલ મોકલનારઃ મહેશ સોલંકી, ધ્રાંગધ્રા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ મહત્ત્વની ફાઇલ્સ હીડન રાખવામાં આવે છે, જેથી ભૂલથી એ ડિલીટ કે મૂવ ન થાય. સિસ્ટમ ફાઇલ્સ ઉપરાંત, આપણે આપણા કામનું કોઈ ફોલ્ડર કે ફાઇલ બીજા લોકોથી છુપાવવા માગતા હોઈએ તો તે વિન્ડોઝ એક્સપ્લોરરમાં તે ફોલ્ડર કે  ફાઇલ પર રાઇટ ક્લિક કરીને, અંતે આપેલા પ્રોપર્ટીઝના વિકલ્પમાં જાઓ. તેમાં જનરલ ટેબમાં, છેક નીચે એટ્રીબ્યુટ્સના વિકલ્પ આપેલા છે, તેની મદદથી ફાઇલને હાઇડ કરી શકાય છે. હવે આખી સિસ્ટમમાંની તમામ હીડન ફાઇલ આપણે જોવી હોય તો તે ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન અનુસાર, સરળ...

વિન્ડોઝ અને એન્ડ્રોઇડ ફોનના લાભ-ગેરલાભ શા છે અને વિન્ડોઝ ફોન વધુ સલામત છે એ વાત સાચી?

સવાલ મોકલનારઃ એચ. એન. જોશી, વડોદરા આ સવાલના જવાબનો આધાર, ફોનનો આપણો ઉપયોગ કેવો છે તેના પર છે. જો ફોનનો મુખ્યત્વે ફોન તરીકે અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ કરવાનો હોય તો બંને પ્રકારના ફોન લગભગ સરખા જ છે. જો આ બંને ઉપયોગ ઉપરાંત, ફોન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સ પણ એક્સેસ કરીને એડિટ કરવા માગતા હો તો એન્ડ્રોઇડમાં પણ એ હવે શક્ય તો છે, પણ વિન્ડોઝ ફોનમાં સ્વાભાવિક રીતે સુગમતા રહેશે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી ખરી કે ફોનમાં આપણે ધારીએ એટલી સહેલાઈથી ડોક્યુમેન્ટમાં એડિટિંગ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.