વિન્ડોઝમાં જુદા જુદા યુઝર એકાઉન્ટ ક્રિએટ કરીને અને આપણા એકાઉન્ટ માટે પાસવર્ડ પસંદ કરીને આપણે કમ્પ્યુટરને ઠીક ઠીક રીતે સલામત બનાવી શકીએ છીએ.
આ અંકમાં આગળ આપણે મિત્રો કમ્પ્યુટરને શિકાર બનાવવાની જે હળવી રીતો જોઈ, એનો ભોગ તમે અને તમારું કમ્પ્યુટર પણ બની શકે છે! તમે નોંધ્યું હશે કે ત્રણેય રમતમાં આપણે કમ્પ્યુટરની કંટ્રોલ પેનેલ સુધી પહોંચવું પડે છે. આપણે પોતે આવી સેટિંગ્સ સાથેની રમતોનો શિકાર બનવું હોય તો આપણી ગેરહાજરીમાં બીજી કોઈ વ્યક્તિ આપણા કમ્પ્યુટરમાં ‘ઘૂસી’ ન શકે એનું ધ્યાન રાખવું પડે.