ઓફિસ કામે કે વેકેશનમાં થોડા દિવસ માટે બહારગામ જવાનું થાય ત્યારે શરુઆતમાં તો પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, પીઝા વગેરે વગેરે જમવાની મજા આવે, પણ પછી ઘરનાં દાળ, શાક ને રોટલી યાદ આવવા લાગે અને ખરેખર ઘરે પહોંચીએ ત્યારે તો ખીચડી જ ખાવાનું મન થાય! એમ આપણી આ સફરમાં ભલે દર અઠવાડિયે આપણે જાત-ભાતની વેબસાઇટ્સ કે સર્વિસીઝ ખૂંદીએ પણ થોડા થોડા વખતે સાવ પાયાની વાત કરીએ તો – વાચકમિત્રોના પ્રતિભાવો પરથી લાગે છે કે – એમાંય સૌને મજા પડે છે!