આગળ શું વાંચશો?
- અપૂરતા પ્રોસેસિંગ પાવરનો ઉકેલ – ક્વોન્ટમ કમ્પ્યુટિંગ
- પરંપરાગત કમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે?
- હાલના કમ્પ્યુટરની મર્યાદા શી છે?
- ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કઈ રીતે અલગ છે?
- ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં મુશ્કેલીઓ શી છે?
- ક્વોન્ટમ કમ્પ્યુટર કેવું હોય છે?
- ભારતમાં ક્વોન્ટમ કમ્પ્યુટર છે?
હમણાં ગૂગલે એક ધડાકો કર્યો કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ શક્ય બનાવવાની સિદ્ધિ મેળવી લીધી છે! આ સમાચાર સાથે ટેક્નોલોજીની દુનિયા ઉપરતળે થઈ ગઈ કારણ કે આ દિશામાં છેલ્લાં કેટલાંય વર્ષોથી પાર વગરનાં સંશોધનો ચાલી રહ્યાં છે.
નિષ્ણાતો માને છે કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ શક્ય બનશે તો દુનિયાના ઘણા પ્રશ્નો ઉકેલાઈ જશે અને હાલનાં સુપરકમ્પ્યુટર્સને પણ જે ગણતરી કરતાં સદીઓ લાગે તે ગણતરીઓ ક્વોન્ટમ કમ્પ્યુટર્સ પલકવારમાં કરી લેશે!
હમણાં યુકેના ‘ફાયનાન્સિયલ ટાઇમ્સ’ અખબારમાં એવો અહેવાલ પ્રકાશિત થયો કે ગૂગલે પોતે ‘ક્વોન્ટમ સુપ્રીમસી’ મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે. મતલબ કે ગૂગલના સંશોધકોએ આજના સુપરકમ્પ્યુટર પણ જેનો ઉકેલ મેળવી શકતા નથી એવી કોઈક જબરી સમસ્યા ગણતરીની પળોમાં ઉકેલી નાખી શકે તેવી ટેકનોલોજી વિકસાવી લીધી છે! આ સાથે ટેકનોલોજી દુનિયામાં જબરો ખળભળાટ મચી ગયો.