રોજબરોજના કામમાં ક્યારેક તમે આ પ્રશ્નનો સામનો જરૂર કર્યો હશે કે કમ્પ્યુટરની અંદર તો ફોલ્ડરની અંદર ફોલ્ડર એમ અનેક ફોલ્ડરો છે, એમાંની ફાઇલ શોધવી કઈ રીતે?
ક્યારેક કોઈ કામની ફાઇલ કે ઇમેજ અથવા તો ગમતા વીડિયો શોધવા હોય, પણ ફાઇલનું નામ યાદ ન હોય અથવા તો ક્યા ફોલ્ડરમાં એ સેવ કરેલ છે તે પણ યાદ નથી, ફક્ત ડ્રાઇવનું નામ જ યાદ છે ત્યારે એ ફાઇલ કે વીડિયો શોધવા બહુ મુશ્કેલ બને છે.
આવે વખતે આપણને વિચાર આવે કે જો બધી ફાઇલ્સ જુદાં જુદાં ફોલ્ડરની અંદર છુપાયેલી રહેવાને બદલે એક સાથે નજર સામે હોય તો શોધવી બહુ સહેલી બની જાય.