Home Tags Quick guide

Tag: quick guide

ડેસ્કટોપ કોરી પાટી જેવું રાખવા માટે…

ઓફિસમાં તમારું મન કામમાં ચોંટતું ન હોય તો એનું કારણ તમારા બોસ ઉપરાંત તમારા પીસીમાં ડેસ્કટોપ પર જમા થયેલા આઇક્ધસ પણ હોય શકે છે. ઘણા લોકોની જેમ તમને પણ જુદી જુદી ફાઇલ્સ ડેસ્કટોપ પર સેવ કરી લેવાની આદત હોય તો આ આદત તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. કામકાજના ટેબલની જેમ પીસી પર ડેસ્કટોપ ચોખ્ખું ચણાક હોય તો હાથ પરના કામ ફટાફટ પૂરા કરવાનો ઉત્સાહ જાગે છે! આ વાતનો જાતઅનુભવ કરવો હોય અને તમારા પીસીના ડેસ્કટોપમાં સંખ્યાબંધ આઇકન્સનો ભરાવો થયો હોય, તેની સાફસૂફી માટે...

ગૂગલ ડ્રાઇવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : હવે ફાઇલ અને ફોલ્ડર ભૂલાવા લાગશે

વર્ષોથી આપણે કમ્પ્યુટરમાં આપણી ફાઇલ્સ સાચવવા માટે એક જ પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ફોલ્ડર અને તેમાં ફાઇલ. પરંતુ હવે ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફોલ્ડરનો આ કન્સેપ્ટ જ દૂર કરવા માંગે છે. ગૂગલ ડ્રાઇવમાં આ નવી વ્યવસ્થાના ઉપયોગની શરૂઆત થઇ ગઈ છે. ગૂગલે તેને નામ આપ્યું છે ‘ક્વિક એક્સેસ’.  જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન, ટેબલેટ કે પીસીમાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હો તો કદાચ તમારું ધ્યાન ગયું હશે કે તેમાં હવે આપણા ફોલ્ડર્સ અને ફાઇલ્સની ઉપર જુદી જુદી ફાઇલ્સ આપમેળે બતાવવામાં આવે છે. આ જ છે...

વોટ્સએપને બીજા ફોનમાં કઈ રીતે ટ્રાન્સફર કરશો?

આમ તો વોટ્સએપનો બેકઅપ લેવો પડે એવું લગભગ કશું જ આપણને મિત્રો મોકલતા હોતા નથી, હા કોઈ મેસેજ બહુ ગમી જાય તો એ ઇમેજ કે વીડિયો સ્વરૂપે હોય તો ડાઉનલોડ કરતાં તે ગેલેરીમાં વોટ્સએપ ઇમેજ કે વીડિયોના ફોલ્ડરમાં સેવ થઈ જ જાય છે અને ટેક્સ્ટ હોય તો આપણે તેને સિલેક્ટ કરી, કોપી કરીને જીમેઇલ કે ગૂગલ કીપ કે અન્ય કોઈ જગ્યાએ સેવ કરી શકીએ છીએ.  પણ હવે વોટ્સએપ મેસેજિંગ ધીમે ધીમે ઈ-મેઇલનું સ્થાન લેવા લાગ્યું છે અને મિત્રો નહીં તો ક્લાયન્ટ્સ કે કલીગ વોટ્સએપ પર...

જીમેઇલ એપમાં સ્માર્ટ રિપ્લાય

અલગ અલગ ઈ-મેઇલ સર્વિસમાં જીમેઇલ ઘણી બધી રીતે સ્માર્ટ છે અને હવે તેને વધુ સ્માર્ટ બનાવતી એક સુવિધા તેમાં ઉમેરાઈ છે - સ્માર્ટ રિપ્લાય.  જો તમે જીમેઇલની નવી એપ ઇનબોક્સ કે વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ એલ્લોનો ઉપયોગ કરતા હો તો તેમાં સ્માર્ટ રિપ્લાયની સુવિધા પહેલેથી છે. હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસની જીમેઇલ એપમાં પણ આ સુવિધા ઉમેરાઈ છે. આપણે પીસીથી દૂર હોઈએ ત્યારે આપણા કામના મેઇલ્સ ચેક કરવાનું કામ, સ્માર્ટફોનમાંની જીમેઇલ એપમાં ફટાફટ થઈ જાય છે, પણ કોઈ મેઇલનો સ્માર્ટફોનમાંથી જ જવાબ મોકલવો હોય તો એ...

ફેસબુકની ન્યૂઝફીડને તમારી અનુકૂળતા મુજબ કસ્ટમાઇઝ કરો

ફેસબૂકમાં તમે જે પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મળે તેને આંખ મીંચીને સ્વીકારી લેતા હો તો કદાચ એવું બનતું હશે કે જ્યારે તમે ફેસબુકમાં લોગઇન થાઓ ત્યારે સંખ્યાબંધ પોસ્ટ એવી જોવા મળે જે વાંચવામાં તમને ખરેખર રસ જ ન હોય.  એ ઉપરાંત તમે જુદા જુદા પેજિસ અને ગ્રુપ્સ પણ લાઇક કર્યા હોય કે તેમાં જોડાયા હોય તેમાં સતત ઉમેરાતા સતત ઉમેરાતા ઢગલાબંધ પોસ્ટથી તમારી ટાઇમલાઇન ભરચક રહેશે. આ બધામાંથી તમને ખરેખર ગમતી કે તમારા નજીકના મિત્રની પોસ્ટ શોધવી મોટાભાગે મુશ્કેલ બનતી હશે. આના ઉપાય તરીકે તમે તમારી ફેસબૂક...

ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે?

આપણે સૌ કંઈ પણ સર્ચ કરવાનું થાય ત્યારે આપોઆપ ગૂગલ તરફ વળીએ છીએ. કેમ? આ સવાલના ઘણા જવાબ હોઈ શકે, પણ એક સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગૂગલ આપણને અને આપણી જ‚રૂરિયાતોને અન્ય સર્ચ એન્જિન કરતાં વધુ સારી રીતે ‘સમજે’ છે.  આ વાત ઉદાહરણ સાથે સમજવી હોય તો ગૂગલ, બિંગ અને યાહૂ, ત્રણેય સર્ચ એન્જિનમાં ‘suicide’ સર્ચ કરી જુઓ. બિંગ જીવનથી હારી ગયેલા માણસને વધુ હતાશા તરફ ધકેલે એવી ઇમેજીસ પહેલાં બતાવે છે. યાહૂ આપઘાત સંબંધિત વીકિપીડિયાના પેજ, અમેરિકામાં આપઘાત સંબંધિત એફએક્યુ વગેરે બતાવે છે. જ્યારે...

વેબસાઇટનો શોર્ટકટ ડેસ્ક્ટોપ પર કઈ રીતે બનાવાય?

જ્યારે આપણે ઇન્ટરનેટ સર્ચ કરતા હોઈએ ત્યારે આપણને ઘણી એવી વેબસાઇટ મળે, જેની વારંવાર મુલાકાત લેવાનું મન થતું હોય છે. એ વેબસાઇટનું નામ વારંવાર ટાઇપ કરીને સર્ચ કરવું થોડું અઘરું કામ લાગતું હોય તો આપણે તેનો શોટકર્ટ ડેસ્ક્ટોપ પર બનાવી શકીએ છીએ. સાથે સાથે આપણે એ વેબસાઇટની શોટકર્ટ કી પણ બનાવી શકીએ છીએ, જેથી એક જ કી પ્રેસ કરવાથી આપણે એ વેબસાઇટ ખોલી શકીએ! વેબસાઇટનો ડેસ્કટોપ પર શોટકર્ટ બનાવવા માટે સૌથી પહેલાં ડેસ્કટોપ પર ખુલ્લી જગ્યામાં રાઇટ ક્લિક કરો અને ‘ન્યૂ’ ઓપ્શનમાં શોટકર્ટ પર ક્લિક...

કોઈ પણ દેશનો ટાઇમ જુઓ ડેસ્કટોપ પર – ઇન્ટરનેટ વિના!

સગાસંબંધી કે મિત્રો વિદેશ રહેતા હોય અને આપણે તેમની સાથે વાત કરવા માગતા હોઈએ ત્યારે આ સવાલ અચૂક થાય કે અત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે? તે ઓફિસે હશે કે ઘરે? તે જાગતા હશે કે નહીં? ઇન્ટરનેટ પર થોડાં ફાફાં મારવાથી જવાબ મળી જાય, પણ તેના સહેલા ઉપાય પણ છે! આ માટે વિન્ડોઝમાં નીચે ટાસ્કબારમાં ડાબી બાજુ દેખાતી ઘડિયાળ પર રાઇટ ક્લિક કરી Adjust date/time ઓપ્શન પર ક્લિક કરો. તેમાં Additional Clocks ઓપ્શનની નીચે Show this clock ઓપ્શનને સિલેક્ટ કરો અને બીજા દેશના જે શહેરનો ટાઇમ જોવા...

મોબાઈલમાં સ્ક્રીન ઓફ કરીને યુટયૂબમાં ગીતો સાંભળો

યુટ્યૂબ એક વીડિયો સર્વિસ હોવા છતાં ઘણા બધા લોકો તેનો ઉપયોગ મ્યુઝિક પ્લેયર કે રેડિયો તરીકે કરતા હોય છે. તમારે ઓફિસમાં કામ કરતી વખતે યુટ્યૂબ પર મનપસંદ ગીતો સાંભળવા હોય તો વાત સહેલી છે. કોઈપણ બ્રાઉઝરમાં યુટ્યૂબ ઓપન કરીને તેમાં મનગમતાં ગીતો મૂકી દો (ગયા અંકમાં આપણે મનગમતાં ગીતોના નોનસ્ટોપ પ્લેઈંગ માટે યુટ્યૂબ મિક્સની વાત કરી હતી એ પણ કામ લાગશે) અને પછી તમે પીસીમાં ચાહો તે પ્રોગ્રામ કે બ્રાઉઝરની નવી ટેબમાં ઈચ્છો તે કામ કરતા રહો. પરંતુ તમારૂં પીસી પાસે ન હોય અને રસોડામાં રોટલી...

એપલના કરામતી ઇયરફોન

દુનિયાને એપલની ભેટ આપનાર સ્ટીવ જોબ્સના મતે, ડિઝાઇન એ નથી જે દેખાય છે, ડિઝાઇન એ છે જે આપણું કામ સહેલું બનાવે! સ્ટીવ જોબ્સની આ વિચારસરણી એપલની દરેક પ્રોડક્ટમાં પૂરેપૂરી દેખાય છે. તમારી પાસે એપલનો આઇફોન કે આઇપેડ વગેરે સાથે આવેલ રીમોટ કંટ્રોલ ઇયરફોન હોય તો તેની તમામ ખાસિયતોની તમને કદાચ ખબર પણ ન હોય એવું બની શકે. જેમ કે... ઇયરફોન કેબલ પર ત્રણ કંટ્રોલ બટન હોય છે, પ્લસ, માઇનસ અને વચ્ચે પ્લે કે પોઝ કરવા માટેનું બટન. વચ્ચેનું બટન પ્રેસ કરીને ફોન કોલ રીસિવ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.