તમે સ્માર્ટફોનમાં પીન, પાસવર્ડ, પેટર્ન કે ફિંગર પ્રિન્ટ લોક રાખ્યું હોય તેમ છતાં વિવિધ નોટિફિકેશન્સ ફોનના લોક સ્ક્રીન પર દેખાય છે?
તમે ઓફિસમાં ટેબલ પર થોડી વાર માટે ફોન મૂકીને ટેબલથી દૂર જાવ અને તમારા પતિ કે પત્નીનો મેસેજ આવે તો એ પણ, ફોન લોક્ડ હોય તો પણ, ફોન સ્ક્રીન પર જોવા મળી શકે છે અને એ મેસેજ ઓફિસનો પટાવાળો પણ જોઈ શકે છે!
સદનસીબે ફોન લોક્ડ હોય ત્યારે તમારી મરજી મુજબની માત્ર એપ્સમાંથી જ અથવા કોઈ પણ એપ્સના નોટિફિકેશન ન દેખાય તેવાં સેટિંગ્સ કરી શકાય છે.