ગૂગલે તેની જીમેઇલ અને ઇનબોક્સ એપમાં હમણાં એક એવી સુવિધા ઉમેરી છે જે તેને ખરેખર ઘણા સમય પહેલાં ઉમેરી દેવા જેવી હતી! અત્યાર સુધી આપણને કોઈ મેઇલમાં વેબપેજનુ એડ્રેસ આવ્યું હોય તો તે લિંક તરીકે કામ કરતું અને તેના પર ક્લિક કરતાં એ પેજ બ્રાઉઝરમાં ઓપન થતું હતું. પરંતુ આવી સગવડ એડ્રેસ કે ફોન નંબરમાં મળતી નહોતી.