Home Tags Gmail

Tag: gmail

જીમેઇલ એપમાં મોટા ફેરફાર

જીમેઇલની એપમાં હમણાં આવેલા ફેરફાર મેઇલ્સના આપણા ઉપયોગ અને ઈ-મેઇલ માર્કેટિંગ, બંને પર મોટી અસર કરશે. છેલ્લા ઘણા સમયથી ગૂગલ તેની વિવિધ સર્વિસના વેબવર્ઝન (એટલે કે પીસી/લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝરમાં આપણે જેનો ઉપયોગ કરીએ તે) અને સ્માર્ટફોન માટેની એપ્સમાં એક સરખો અનુભવ આપવા માટે પ્રયત્નશીલ છે. એ મુજબ ગયા મહિને (ફેબ્રુઆરી, ૨૦૧૯માં) જીમેઇલની એપમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. આમ તો આ ફેરફારોની શરૂઆત તો ગયા વર્ષથી જ થઈ ગઈ હતી. તમે ફોનમાંની એપ્સ ઓટોમેટિક અપડેટ થાય તેવું સેટિંગ રાખ્યું હશે તો એપ ઓપન કરશો ત્યારે અથવા...

ફોનમાં ઈ-મેઇલ્સ અંકુશમાં રાખો

હવે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે આપણા ઈ-મેઇલ્સની સ્માર્ટફોન પર થતી અસર પર નજર રાખવા જેવી છે. સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપ સાથે સિન્ક થતા આપણા ઇમેઇલમાં ભારે એેટેચમેન્ટ્સ હોય તો લાંબા ગાળે તેની અસર સ્માર્ટફોનના પર્ફોર્મન્સ પર થઈ શકે છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ ફક્ત ગમે ત્યારે આપણા પર આવેલા અગત્યના ઈ-મેઇલ્સ પર નજર કરવા માટે કરતા હોઇએ છીએ, પછી તેના પર કામ લગભગ પીસીમાં જ કરવાનું થતું હોય છે. આથી સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપમાં એવું સેટિંગ કરી શકાય...

જીમેઇલના વેબ વર્ઝનમાં નવી સુવિધા

ઘણી વાર, ઘણી બાબતમાં એવું થતું હોય છે કે એ બાબતનો આપણને ભરપૂર લાભ મળી શકે તેમ હોય, છતાં આપણે પોતે લેતા ન હોઈએ! કમ્પ્યુટર, સ્માર્ટફોન કે આખા ઇન્ટરનેટમાં આવી પાર વગરની બાબત છે. એ જ રીતે, ઘણી બાબત એવી પણ હોય છે કે તે મળ્યા પછી આપણને લાગે કે આના વગર આટલા વખત સુધી આપણું કામ ચાલ્યું કઈ રીતે?! એક સાદું ઉદાહરણ આપીને વાત કરીએ તો, તમે કહો, તમે માઉસના રાઇટ ક્લિકનો કેટલોક ઉપયોગ કરો છો? ધ્યાન આપજો, રાઇટ ક્લિક, લેફ્ટ નહીં! લેફ્ટ ક્લિક...

મેઇલ્સનું સ્માર્ટ ફિલ્ટરિંગ જાણો

મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ ફક્ત જોવા-વાંચવા પૂરતું સીમિત રહે છે, જ્યારે ઈ-મેઇલમાં આવતા લગભગ દરેક મેસેજ એવા હોય, જેના પર આપણે કોઈ ને કોઈ એકશન લેવાનું હોય. આ જ કારણે આપણે ઈ-મેઇલના ઉપયોગની સ્માર્ટ રીતો સમજવી જરૂરી બને. કોઈ પણ પ્રોજેક્ટ, પછી...

જીમેઇલમાં આપોઆપ ડિલીટ થતા મેઇલ કેવી રીતે મોકલશો?

આપણે ‘જૂના જીમેઇલમાં જબરા ફેરફાર’ એવી જૂન ૨૦૧૮ના અંકની કવરસ્ટોરીમાં અછડતી વાત કરી હતી કે જીમેઇલમાં સિક્યોરિટી સંબંધિત નવાં ફીચર્સ પણ આવી રહ્યાં છે. એ મુજબ હવે જીમેઇલમાં આપણને ‘કોન્ફિડેન્શિયલ મોડ’માં મેઇલ મોકલવાની સગવડ મળી છે. આ મોડ ઓન કરીને આપણે મોકલેલો મેઇલ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થાય છે. ડેસ્કટોપ પર જીમેઇલના નવા વર્ઝનમાં આ સુવિધા મળી ગયા પછી હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે જીમેઇલની એપમાં પણ આ સુવિધા આવી ગઈ છે. તમે કદાચ જાણતા જ હશો કે સ્નેપચેટ અને એપલની આઇમેસેજ સર્વિસ મોબાઇલ...

અઢી અક્ષરનો જોખમી શબ્દ

અઢી અક્ષરનો શબ્દ. આટલું વાંચીને તમારા મનમાં ક્યો શબ્દ ઉગ્યો? પ્રેમ? તો સરસ. જો તમે ડિજિટલ દુનિયામાં સારા એવા ખૂંપેલા હશો તો કદાચ આ બીજો શબ્દ ઉગ્યો હશે - એપ્સ! સ્માર્ટફોનને પ્રતાપે એપ્સને તો આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ છેલ્લા થોડા મહિનાથી એપ્સને સંબંધિત એક નવો શબ્દ ચર્ચાતો થયો છે - થર્ડ પાર્ટી એપ્સ. થોડા મહિના પહેલાં ફેસબુકમાંથી ડેટા ચોરીનો જે વિવાદ થયો હતો તેમાં આ થર્ડ પાર્ટી એપ્સ વિલન તરીકે ઊભરી આવી હતી. બરાબર એ જ રીતે હમણાં નવો વિવાદ જાગ્યો છે, જેમાં બહાર...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? એપલ-ટ્રાઇ વચ્ચે ખેંચતાણ ટેસ્લા કંપની સ્માર્ટફોન વિક્સાવે છે જીમેઇલના કોન્ફિડેન્શિયલ મોડમાં ખામી ગૂગલની વિવિધ સર્વિસની ડિઝાઇનમાં ફેરફાર આવી રહ્યા છે ઓનલાઇન પેમેન્ટમાં ડેટા સ્ટોરેજની મડાગાંઠ સિંગાપોરમાં પબ્લિક હૉસ્પિટલ્સમાં નેટબંધી યુટ્યૂબમાં નવી સુવિધા એપલ-ટ્રાઇ વચ્ચે ખેંચતાણ થોડા સમય પહેલાં, એક આઇફોન અનલોક કરવાના મુદ્દે એપલ કંપની અને અમેરિકન સરકાર આમનેસામને આવી ગયાં હતાં. હવે એવું ભારતમાં થયું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ફોનયૂઝર્સને સ્પામકોલ્સથી બચાવવા ડીએનડી નામે એક એપ બનાવી છે, પરંતુ આ એપ યૂઝરના કોલ અને મેસેજ રેકોર્ડ કરતી હોવાથી, એપલને તેમાં...

મરવા પડેલા એસએમએસમાં પ્રાણ ફૂંકશે રિચ કમ્યુનિકેશન સર્વિસિસ

બે સાદા સવાલના જવાબ આપો. પહેલો સવાલ, તમે છેલ્લે કોઈનો એસએમએસ ક્યારે વાંચ્યો? બીજો સવાલ, તમે છેલ્લે કોઈને એસએમએસ ક્યારે મોકલ્યો? પહેલા સવાલનો જવાબ સહેલો હશે. તમને તમારી ટેલિકોમ, બેન્ક કે અન્ય કંપની તરફથી એસએમએસ આવતા હશે અને આજે તમે કોઈ ને કોઈ એસએમએસ જરૂર વાંચ્યો હશે. પરંતુ બીજા સવાલનો જવાબ મુશ્કેલ છે. જો આપણી પાસે સ્માર્ટફોન હોય તો હવે આપણે કોઈને એસએમએસ મોકલતા નથી કારણ કે હવે આપણે સૌ ફક્ત વોટ્સએપ, મેસેન્જર કે ફેસબુક જેવી સર્વિસનો ઉપયોગ કરીએ છીએ! મતલબ કે આપણે એસએમએસ વાંચીએ છીએ...

કામચલાઉ ઈ-મેઇલ એડ્રેસ બનાવો

માની લો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને તેના વિશે જુદી જુદી માહિતી એકઠી કરવા તમે ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સ ફેંદી રહ્યા છો. તમે નોંધ્યું હશે કે હવે ઘણી સાઇટ્સ પર આવું થાય છે... જેવા તમે બીજી કોઈ વેબસાઇટ પર જવા માટે બ્રાઉઝરમાં નવી ટેબ પર માઉસ લઈ જાઓ, એટલે તરત પહેલી વેબસાઇટને જાણ થઈ જાય કે તમે તેને છોડીને જઈ રહ્યા છો, એટલે એ તાબડતોબ કોઈ ફ્રી ઇ-બુક કે ફ્રી ન્યૂઝલેટર પર સાઇન-અપ થવા માટે તમને તમારું ઈ-મેઇલ એડ્રેસ...

એરાઉન્ડ ધ વેબ

ફેસબુક થોડા સમયમાં તેની પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે તેવી શકયતા છે. ફેસબુકે તેના ચેટ પ્લેટફોર્મ મેસેન્જરમાં વીડિયો એડ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ તેનો અમલ શરૂ થઈ ગયો હશે. અલબત્ત, આપણે અમુક એડ્સ હાઇડ કરી શકીશું અને તે વાંધાજનક હોવાનો રિપોર્ટ કરી શકીશું. જોકે ગૂગલની જાહેરાતોમાં પણ યૂઝરને આવો કંટ્રોલ આપવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાંધાજનક એડ્સ રિપોર્ટ કરવાથી મોટા ભાગે કોઈ ફેર પડતો નથી! જીમેઇલ અને ગૂગલ ફોટોઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત ઘણી ખૂબીઓ ઉમેરાઈ ગઈ છે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.