એક સમયે જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ‘અધધધ’ ગણાતી હતી, પણ હવે ૧૫ જીબી પણ આપણને ઓછી પડે છે. તમારા જીમેઇલમાં મેઇલ્સનો ભરાવો થવા લાગ્યો હોય તો જાણી લો સફાઈની સ્માર્ટ રીતો.
આપણને જીમેઇલની ભેટ મળી એ વાતને ૧૧ વર્ષ અને માથે ૧ મહિનો થઈ ગયો છે. આટલાં વર્ષોમાં જીમેઇલની લોકપ્રિયતા સતત વધતી રહી છે અને આપણા સૌનો જીમેઇલનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. લોન્ચિંગ સમયે જીમેઇલમાં મળતી ૨ જીબીની સ્ટોરેજ તેનું બહુ મોટું પ્લસ પોઇન્ટ ગણાતી હતી! એ પછી ગૂગલે જીમેઇલમાં આપણને વધુ ને વધુ સ્ટોરેજ આપવાનું ચાલુ રાખ્યું અને હવે તો વાત ૧૫ જીબી સુધી પહોંચી છે, જોકે એ ૧૫ જીબી જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ પ્લસમાંના આપણા ફોટોઝ એ ત્રણેયમાં વહેંચાયેલી છે (આ વિશે વધુ વાંચો સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાં).
૧૫ જીબીની સ્ટોરેજ સરેરાશ લોકોને પૂરતી થઈ પડે અને જીમેઇલની જાહેરાતમાં પણ વારંવાર કહેવામાં આવે છે કે હવે તમારે કોઈ ઈ-મેઇલ ડિલીટ કરવાની ચિંતા કરવાની જરૂર નથી. આમ છતાં, આપણા પર ચારે બાજુથી ઈ-મેઇલ્સનો એટલો મારો થાય છે કે જો તમે જીમેઇલનો લાંબા સમયથી અને સરેરાશ કરતાં જરા વધુ ઉપયોગ કરતા હો તો તમારી સ્ટોરેજ કેપેસિટી પૂરી થવામાં હોય એવું બની શકે છે.
જીમેઇલમાં લોગ-ઇન થયા પછી, ઇનબોક્સની છેક નીચે જમણા છેડે કુલ ૧૫ જીબીમાંથી તમે કેટલી સ્ટોરેજ વાપરી નાખી એ જોવા મળશે. આંકડો ૮૦-૯૦ ટકાની નજીક પહોંચ્યો હોય તો દિવાળીની રાહ જોયા વિના જીમેઇલની સાફસફાઈ કરી લેવામાં સાર છે! એ જ જગ્યાએ આપેલી ‘મેનેજ’ લિંક પર ક્લિક કરીને તમે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ પ્લસ ફોટોઝમાં કેટલી કેટલી સ્ટોરેજ વપરાઈ છે તે જાણી શકશો. જો જીમેઇલમાં જ ઘણી ખરી સ્ટોરેજ વપરાઈ ગઈ હોય તો જીમેઇલમાં મોટી જગ્યા રોકતા મેઇલ્સ (અને તેના એટેચમેન્ટસ) દૂર કરી શકાય, આ રીતે…
આગળ શું વાંચશો?
- હેવી ફાઈલ્સ ડિલીટ કરો
- એટેચમેન્ટને ગૂગલ ડ્રાઈવમાં મોકલો
- જૂના મેઈલ્સ ડિલીટ કરો
- સર્ચ ઓપ્શનનો ઉપયોગ કરો