કોઈ કારણસર તમે અમુક દિવસ ઈ-મેઇલના જવાબ આપી શકવાના ન હો, તો તમને મળેલા ઈ-મેઇલ્સના ઓટોમેટિક જવાબ મોકલવાનું સેટિંગ કરી શકાય છે.

ઉનાળાના વેકેશન દરમિયાન તમે થોડા દિવસ ફરવા જવાના હો અને એ દિવસોમાં સતત તમે તમારું ઈ-મેઇલ એકાઉન્ટ ચેક કરી શકો તેમ ન હો એવું બની શકે. અથવા એવું પણ બને કે પ્રવાસ દરમિયાન રોજિંદા કામમાંથી પૂરેપૂરો બ્રેક લેવાનો આપણો ઈરાદો હોય. આ બંને સ્થિતિમાં, આપણને ઈ-મોકલનાર વ્યક્તિ સાવ અંધારામાં રહે એવું પણ આપણે ઇચ્છતા ન હોઈએ.

વેકેશન ઉપરાંત પરિવારમાં પ્રસંગ હોય ત્યારે કે આપણે બીમાર હોઈએ ત્યારે આપણે અમુક દિવસ સુધી ઈ-મેઇલ્સના જવાબ આપી ન શકીએ એવું બની શકે છે. કોઈ પણ કારણસર તમે આવી સ્થિતિનો સામનો કરી રહ્યા હો, તો તમારા ઈ-મેઇલમાં ‘વેકેશન ઓટોરીપ્લાય’ની સગવડનો લાભ લઈ શકો છો.

જીમેઇલ, યાહૂ, હોટમેઇલ વગેરે મોટા ભાગની ઈ-મેઇલ સર્વિસમાં આવી સગવડ હોય છે. આપણે જીમેઇલમાં આ માટે કરવાં જરૂરી સેટિંગ્સ સમજી લઈએ.

Please to view this content. (Not a member? Join Today!)
April-2016

[display-posts tag=”050_april-2016″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here