તમારા ઇનબોક્સમાં અનેક પ્રકારના ઈ-મેઇલને સતત ઉમેરો થતો હોય તો તમે વિવિધ રંગના સ્ટારનો ઉપયોગ કરીને મેઇલ્સનું તમારી જરુરિયાત અનુસાર સોર્ટિંગ કરી શકો છો, આ રીતે…
આજકાલ જીમેઇલ આપણા સૌના કામકાજનું કેન્દ્ર બની રહેલ છે. મિત્રો કે સ્વજનો તરફથી આવતી ‘ટપાલ’, ઓફિસના કામ સંબંધિત મેઇલ્સ, બેન્ક, વીમા કે રોકાણ સંબંધિત સર્વિસીઝ તરફી આવતા ઈમેઇલ્સ, ઓનલાઇન ખરીદી કે રિઝર્વેશન વગેરે ઈ-મેઇલ્સ અને એ બધા ઉપરાંત, વણનોતર્યા મહેમાન તરીકે ટકી પડતા, જાતભાતની ઓફર્સ સાથે મેઇલ્સ તો ખરા જ!
આ બધામાંથી અગત્યના મેઇલ્સને તમે અલગ કેવી રીતે તારવો છો?
આમ તો, અગાઉના અંકોમાં આપણે વાત કર્યા મુજબ, જીમેઇલ પોતે જુદી જુદી પાંચ કેટેગરીમાં આપણા ઈમેઇલની તારવણી કરી આપે છે. પરંતુ એ પછી પણ, ઘણી વાર એવું બનતું હોય છે કે કામના કે ફોલોઅપ કરવું જરુરી હોય તેવા ઈ-મેઇલ્સ તારવવા પડે. આ માટે જીમેઇલની લેબલિંગ કે ફિલ્ટર ક્રિએટ કરવાી સગવડ સૌથી વધુ અસરકારક છે, આપણે અગાઉ તેની વિગતવાર વાત કરી છે, પરંતુ એ થોડી લાંબી પ્રક્રિયા છે.