મિશન : ખાલી કરો જીમેઇલ
તમારા જીમેઇલના ઇનબોક્સના તળિયે જોશો તો ડાબી તરફ તમારું એકાઉન્ટ કેટલું ભરાયું છે તે લખેલું હશે. જો ૭૦, ૮૦ ટકા ઉપરનો આંકડો બતાવતું હોય તો ચેતી જવું સારું. જીમેઇલ ઘણી બધી રીતે સારી સર્વિસ હોવા છતાં તેની મોટી ખામી એ છે કે તે આપણા મેઇલ્સને સાઇઝ પ્રમાણે સોર્ટ કરી આપતું નથી. આપણે વીણી વીણીને હેવી અને હવે નકામા મેઇલ્સ શોધીને ડીલીટ કરવા કેવી રીતે?