Home Tags Email

Tag: email

મેઇલ્સનું સ્માર્ટ ફિલ્ટરિંગ જાણો

મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ ફક્ત જોવા-વાંચવા પૂરતું સીમિત રહે છે, જ્યારે ઈ-મેઇલમાં આવતા લગભગ દરેક મેસેજ એવા હોય, જેના પર આપણે કોઈ ને કોઈ એકશન લેવાનું હોય. આ જ કારણે આપણે ઈ-મેઇલના ઉપયોગની સ્માર્ટ રીતો સમજવી જરૂરી બને. કોઈ પણ પ્રોજેક્ટ, પછી...

જીમેઇલના વેબવર્ઝનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર

ગૂગલે જીમેઇલને બિલકુલ નવું સ્વરૂપ આપવા માટે ‘ઇનબોક્સ’ નામે નિષ્ફળ કોશિશ કર્યા પછી તેનાં ફીચર્સ જૂના જીમેઇલમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે! એપ્રિલ ૦૧, ૨૦૦૪ના દિવસે જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ એ સાથે વેબ બેઝડ ઇમેઇલ સર્વિસિઝમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં અને હવે મોટા ભાગના લોકો જીમેઇલનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ટૂંકા સંદેશાની આપલે માટે ઇન્સટન્ટ મેસેજિંગ સર્વિસીઝની લોકપ્રિયતા સતત વધી રહી છે તેમ છતાં બિઝનેસ સંબંધિત કામકાજ માટે ઇમેઇલ હજી પણ લોકપ્રિય છે અને તેમાં જીમેઇલનો દબદબો જબરદસ્ત વધતો ગયો છે. દરમિયાન, ત્રણેક વર્ષ પહેલાં ગૂગલે તેની...

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ સર્વિસમાં આપણે આપેલો પાસવર્ડ ભૂલી જઇએ ત્યારે આપણા એકાઉન્ટની ખરાઈ માટે જે તે સર્વિસ આપણે પહેલેથી આપેલા, બીજા ઈ-મેઇલમાં પાસવર્ડ રીસેટ કરવાની લિન્ક મોકલે છે અથવા આપણે આપેલા મોબાઇલ નંબરમાં એક વેરિફિકેશન કોડ મોકલે છે. એટલે જ, ગૂગલને તમને અવારનવાર તમે તેને...

ક્યારેક ઈ-મેઇલ મોડા કેમ પહોંચે છે?

સવાલ મોકલનાર : ભાવેશ મકવાણા, ગારિયાધાર આજનો સમય ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશનનો છે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે, વિશ્વના કોઈ ખૂણે બેઠેલી વ્યક્તિ વિશ્વના બીજા ખૂણે બેઠેલી વ્યક્તિ ઈ-મેઇલ મોકલવા માટે સેન્ડ બટન પર ક્લિક કરે તેની થોડી જ ક્ષણોમાં તે સામેની વ્યક્તિના સ્ક્રીન પર આવી ગયેલો દેખાય. પરંતુ જેમ કમ્યુનિકેશનની ઝડપ વધી છે તેમ આપણી ઉતાવળ અને અધીરાઈ પણ વધી છે. ઘણી વાર એવું બને કે ઈ-મેઇલ કોઈ મહત્ત્વના કામકાજ સંબંધિત હોય તો ઈ-મેઇલ મોકલનારી વ્યક્તિ મેઇલ સેન્ડ કર્યાની સાથોસાથે સામેની વ્યક્તિને ફોન પણ...

એક સાથે અનેક લોકોને ઇ-મેઇલિંગની સગવડ આપતી ઉપયોગી મેઇલ સર્વિસીઝ

બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે. આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે - ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ પર એડ્સ વગેરે, પ્રમોશનના નીતનવા રસ્તા ખૂલી ગયા છે. આ બધામાં, લાંબા સમયથી એક રસ્તો સતત લોકપ્રિય રહ્યો છે - ઈ-મેઇલ માર્કેટિંગનો. વચ્ચેના થોડા સમયમાં તેનો અતિરેક અને બીજાં કારણોસર તેનાં વળતાં પાણી થયાં હતાં, પણ હવે મોબાઇલના જમાનામાં લોકોને આપણો ઈ-મેઇલ આવ્યાનું નોટિફિકેશન પણ આપી...

જાણો જીમેઇલની મર્યાદાઓ

તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે એકથી વધુ ફાઇલ, પણ કુલ ફાઇલ સાઇઝ ૨૫ એમબી)ની મર્યાદામાં એટેચમેન્ટ મોકલી શકીએ છીએ. જ્યારે મોકલવાની એક ફાઇલની સાઇઝ ૨૫ એમબી કરતાં વધુ હોય ત્યારે જીમેઇલ તેને એટેચમેન્ટ તરીકે મોકલવાને બદલે ગૂગલ ડ્રાઇવની લિંક બનાવીને એ...

જીમેઇલ એપમાં નવા પ્રકારની લિંક્સની સુવિધા મળી

ગૂગલે તેની જીમેઇલ અને ઇનબોક્સ એપમાં હમણાં એક એવી સુવિધા ઉમેરી છે જે તેને ખરેખર ઘણા સમય પહેલાં ઉમેરી દેવા જેવી હતી! અત્યાર સુધી આપણને કોઈ મેઇલમાં વેબપેજનુ એડ્રેસ આવ્યું હોય તો તે લિંક તરીકે કામ કરતું અને તેના પર ક્લિક કરતાં એ પેજ બ્રાઉઝરમાં ઓપન થતું હતું. પરંતુ આવી સગવડ એડ્રેસ કે ફોન નંબરમાં મળતી નહોતી. કોઈ વ્યક્તિ આપણને ઇમેઇલમાં પોતાનો ફોન નંબર કે એડ્રેસ મોકલે અને આપણે તેમને એ નંબર પર કોલ કરવો હોય કે મેપ્સમાં તેમનું એડ્રેસ જોવું હોય તો ઈ-મેઇલમાંથી આ...

મેઇલ બીજી વ્યક્તિને ઓટો ફોરવર્ડ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : નયન ગણાત્રા, નખત્રાણા, કચ્છ તમારા બિઝનેસની જ‚રૂરિયાત અનુસાર જો તમારે તમારા અમુક ઈ-મેઇલ સામેની પાર્ટી ઉપરાંત અમુક ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ કરવાના થતા હોય (ઉદાહરણ તરીકે તમારા પોતાના બેકઅપ માટે પોતાના જ બીજા ઈ-મેઇલ આઇડી પર) તો જીમેઇલમાં થોડા સેટિંગ્સ કરી લીધા પછી કશું કર્યા વગર દરેક વખતે આ કામ આપોઆપ થઇ શકે છે. વિશેષ ફાયદો એ વાતનો છે કે તમે તમારી જ‚રૂરિયાત મુજબ નિશ્ચિત શરતો ગોઠવીને એ મુજબ માત્ર અમુક ઈ-મેઇલ ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ થાય તેવાં સેટિંગ્સ...

ટોપ ૧૦ ઓનલાઇન સ્કેમ : હાઇપ અને ટાઇપ

મિલાપ ઓઝા સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ (હાલમાં ફિલિપાઇન્સ ખાતે કાર્યરત) milapmagicp@yahoo.co.in ‘સાયબરસફર’માં ઓલાઇ કૌભાંડો વિશે અવારવાર માહિતી આવામાં આવે છે. રંતુ આ આખો મુદ્દો કોમ સેન્સો જ હોવા છતાં, સાયબર ક્રિમિલ્સ એમી પ્રવૃત્તિઓ એટલી વિસ્તારતા જાય છે કે આણે ભણેલા-ગણેલા હોવા છતાં, ઘણી વાર એમની જાળમાં સહેલાઈથી ફસાઈ જઈએ છીએ. આ લેખમાં, વિશ્વમાં ત્યારે સૌથી વધુ પ્રચલિત ૧૦ ઓનલાઇ સ્કેમ અને તેનાથી સાવચેત રહેવાની માહિતી આવામાં આવી છે. ૧. ફોરેન લોટરી સ્કીમ ઇ-મેઇલ દ્વારા તમે મિલિયોનર બની ગયા છો, જેકપોટ લાગ્યો છે, આ પ્રકારની ખુશખબરી ઘણા લોકોને મળી હશે. આ ટેકનિક એક...

શું ઈ-મેઇલ એડ્રેસ કેસ સેન્સિટીવ હોય છે?

સવાલ મોકલનાર : મુકેશ બાદરશાહી, પોરબંદર આ મૂંઝવણ ઘણા લોકો હોય છે, એટલે જ આપણે કોઈને પોતાનું ઈ-મેઇલ એડ્રેસ જણાવીએ ત્યારે ઘણી વાર સામેની વ્યક્તિ પૂછતી હોય છે કે બધા અક્ષર સ્મોલ છે કે વચ્ચે કોઈ કેપિટલ છે? દરેક ઈ-મેઇલ એડ્રેસ ત્રણ ભાગનું બનેલું હોય છે. એટ સાઇન (જેને આપણે ખોટી રીતે એટ ધ રેટ બોલીએ છીએ!) પહેલાંનો ભાગ, એટ સાઇન પોતે અને એટ સાઇન પછીનો ભાગ. એટ સાઇન પહેલાનો ભાગ આપણું પસંદગીનું નામ દર્શાવે છે, જ્યારે એટ સાઇન પછીનો ભાગ આપણે જે ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.