પીડીએફની કાપકૂપ કરો, ફટાફટ!

આપણે સૌને પીડીએફ ફાઇલ સાથે અવારનવાર પનારો પડે છે. ક્યારેક એવું પણ બને કે સંખ્યાબંધ પાનાં ધરાવતી એક પીડીએફનાં અમુક પાનાંની જુદી પીડીએફ બનાવવી પડે. આ કામ કોઈ ખાસ સોફ્ટવેર વિના સહેલાઈથી થઈ શકે છે.

તમારે પીડીએફ ડોક્યુમેન્ટ્સ સાથે ઝાઝો પનારો રહેતો હોય તો ક્યારેક તમારે વધુ પાના ધરાવતા એક પીડીએફ ડોક્યુમેન્ટમાંથી ફક્ત અમુક પાનાં જ અલગ તારવવાં જરુરી હોય એવું બની શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારે પીડીએફે સ્પ્લિટ કરવાની ક્યારેક જરુર ઊભી થતી હશે.

આ માટે ઇન્ટરનેટ પર થોડાં ખાંખાંખોળાં કરીએ તો ઘણાં બધાં સોફ્ટવેર મળી જાય અને ઓનલાઇન ટૂલ્સ પણ મળી જાય. અલબત્ત, આ બંનેમાં થોડું જોખમ રહેલું છે. સોફ્ટવેર ડાઉનલોડ કરવા જતાં જરા ગાફેલ રહીએ તો સોફ્ટવેરની સાથોસાથ બિનજરુરી અને પછી અનઇન્સ્ટોલ કરવા મુશ્કેલ બની જાય એવા પ્રોગ્રામ્સ કે ટૂલબાર પણ ઘૂસી જાય. ઓનલાઇન સર્વિસમાં આપણી પીડીએફ ફાઇલ અજાણી વેબસાઇટ પર અપલોડ કરવી પડે. ફાઇલમાનું કન્ટેન્ટ અગત્યનું હોય તો આમ કરવું સલાહભર્યું નથી.

સદભાગ્યે, આપણે ધારીઓ તો કોઈ વધારાનું સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના કે પીડીએફ ઓનલાઇન અપલોડ કર્યા  વિના પણ આપણે તેે સ્પ્લિટ કરી શકીએ છીએ, એ માટે ફક્ત જરુ‚ર છે, આપણે જેો રોજબરોજ ઉપયોગ કરીએ છીએ તે ગૂગલ ક્રોમ જેવા બ્રાઉઝરની અને જરા હટકે વિચારવાની!

Please to view this content. (Not a member? Join Today!)
June-2015

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here