આપણા દરેક મહત્ત્વના ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન વિશે હવે આપણે સૌ લગભગ જાણીએ છીએ.
કદાચ તમે ન જાણતા હો, તો ટૂંકમાં જાણી લઈએ
દરેક મહત્ત્વની સર્વિસ એવી સગવડ આપે છે જેને કારણે આપણે પોતાના યૂઝરનેમ અને પાસવર્ડ ઉપરાંત અલગ અલગ રીતે વધારાના ઓથેન્ટિકેશન માટેનો પાસકોડ મેળવી શકીએ છીએ.
જેમ કે ગૂગલ એકાઉન્ટમાં આપણે એસએમએસ કે વોઇસ કોલ અથવા આપણા સ્માર્ટફોનમાં ‘તમે લોગઇનનો પ્રયાસ કરી રહ્યા છો કે કેમ’ એવો પ્રોમ્પ્ટ મેળવી શકીએ છીએ.
બીજા ફેકટર તરીકે, આપણે ટૂંક સમયના પાસકોડ મેળવવા માટે ગૂગલ કે માઇક્રોસોફ્ટની ઓથેન્ટિકેટર એપનો પણ ઉપયોગ કરી શકીએ.
એકાઉન્ટની સલામતી માટે આ વ્યવસ્થા બહુ મહત્ત્વની છે.
પરંતુ આવી વ્યવસ્થામાં પણ સલામતીના વિશેષ પગલાં લેવાં જરૂરી છે, જેમ કે,
જેમ કે…
- ગૂગલને તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપરાંત બેકઅપ માટે અન્ય સ્વજનનો મોબાઇલ નંબર આપી શકો છો.
- આમ કરવાથી, કોઈ કારણસર તમારા મોબાઇલમાં આ કોડ મેળવી ન શકાય તો તમે આપેલા અન્ય મોબાઇલમાં કોડ મેળવી શકાય.
- ગૂગલને તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપરાંત બેકઅપ માટે અન્ય સ્વજનનો મોબાઇલ નંબર આપી શકો છો.
- આવા એકાઉન્ટમાં આપણે આપેલ ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ વગેરે બદલશો કે દૂર કરશો નહીં. એમ કરવા જતાં તમારા મહત્ત્વના ઓનલાઇન એકાઉન્ટની એક્સેસ કાયમ માટે ગુમાવવાનો વારો આવી શકે છે.
- એ ઉપરાંત હજી વધારાના બેકઅપ માટે આવી સર્વિસમાં આપણે ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીએ ત્યારે ફક્ત એક-એક વાર ઉપયોગમાં લઈ શકાય એવા ૧૦ પાસકોડ પણ આપવામાં આવે છે. એ હંમેશા યાદ રાખીને સાચવી લો.
- તેની પ્રિન્ટઆઉટ લેવી શક્ય ન હોય તો સ્ક્રીનશોટ લઈને સહેલાઈથી શોધી શકાય એવા નામે સાચવી રાખો. ગૂગલ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે બધી જાણીતી સર્વિસ આવી સગવડ આપે છે.
- ગૂગલની વાત કરીએ તો તેમાં પેજ પર જઈ, તમારા એકાઉન્ટથી લોગ-ઇન થયા પછી, ‘સિક્યોરિટી’ સેક્શનમાં ‘ટુ-સ્ટેપ વેરિફિકેશન’માં આ કોડ્સ મળશે.
- ઇન્સ્ટાગ્રામમાં, તેની એપમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ. તેમાં સિક્યોરિટીમાં, ટુ-ફેક્ટર વેરિફિકેશનનો વિકલ્પ જોવા મળશે. અહીં જો તે ઓન ન હોય તો ઓન કરો અને તમને કેવી રીતે ઓટીપી કે કોડ મોકલવામાં આવે તે નક્કી કરાશે. તેમાં જ, ‘એડિશનલ મેથડ્સ’માં તમારા બેકઅપ કોડ્સ જોવા મળશે, તેને સાચવી રાખવા સારા