ઘણી વાર એવું બને છે કે આપણા શરીરમાં કોઈ રોગના વાઇરસ ઘૂસી જાય, પણ આપણને રોગનાં લક્ષણો ન દેખાય એટલે આપણે રોગ વિશે અંધારામાં જ રહીએ.
વાત કમ્પ્યુટરના વાઇરસની હોય ત્યારે આ મુદ્દો જરા જુદો વળાંક લે છે. આવા વાઇરસ ફક્ત કમ્પ્યુટરની અંદર રહીને કમ્પ્યુટરને હાનિ પહોંચાડીને અટકતા નથી. હવે મોટા ભાગના કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવાથી આપણા કમ્પ્યુટરમાંના વાઇરસ બીજા, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કમ્પ્યુટર્સ સાથે કનેક્ટ થઈને જુદી જુદી ઘણી રીતે આપણને અને બીજાને હાનિ પહોંચાડી શકે છે.
ટેકનોલોજીની ભાષામાં આવી રીતે વાઇરસગ્રસ્ત અને એકમેક સાથે કનેક્ટેડ કમ્પ્યુટર્સના નેટવર્કસને ‘બોટનેટ’ કહે છે. એવું પણ બની શકે કે તમે આ વાંચી રહ્યા છો ત્યારે તમારું પોતાનું કમ્પ્યુટર કોઈ બોટનેટમાં જોડાઈ ચૂક્યું હોય અને તમને તેની ખબર પણ ન હોય!
બીજી આંચકાજનક વાત એ છે કે ઉપરના લખાણમાં સરળીકરણ માટે ભલે માત્ર કમ્પ્યુટર લખ્યું હોય, આ વાત સ્માર્ટફોનને પણ લાગુ પડે છે.
આ બોટનેટ એક્ઝેટલી શું છે, તેનાથી આપણને કઈ રીતે હાનિ થઈ શકે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે જાણીએ.
આગળ શું વાંચશો?
- બોટનેટ શું છે?
- બોટનેટ પર સાયબર ક્રિમિનલ શું કરી શકે?
- બોટનેટનો વ્યાપ
- તમારું સાધન બોટનેટમાં જોડાઈ ગયું છે કે નહીં તે કેવી રીતે જાણશો?
- બોટનેટથી સલામતી કેવી રીતે?