મોબાઇલ ફોન આપણી ઓળખ સાબિત કરવા માટે બન્યા નથી, પણ ટેક્નોલોજી જગતે એવી કોશિશ કરતાં, હવે નવા પ્રકારની છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યા છે.
કલ્પના કરો કે તમે એક સરસ મજાનો નવો નક્કોર સ્માર્ટફોન ખરીદ્યો. હવે લગભગ તમામ નવા સ્માર્ટફોનમાં નેનો અથવા માઇક્રો સિમ કાર્ડ જરૂરી હોય છે અને તમારો આગલો ફોન જૂનો હોવાથી તેમાં રેગ્યુલર સિમ કાર્ડ હતું, જે નવા ફોનમાં ફીટ થઈ શકે તેમ નથી.
હવે તમારી પાસે બે રસ્તા છે, કાં તો તમે નજીકની મોબાઇલ શોપ પર જઇને સિમ કાર્ડ નવી સાઇઝ મુજબ કટ કરાવશો (ત્યારે પેલો મોબાઇલવાળો તમને ચેતવશે પણ ખરો કે સિમને કટ કરવા જતાં તેમાંની ચીપ કે કોઈ સર્કિટને નુકસાન થાય તો જવાબદારી તમારી!). એવું થાય તો અથવા પહેલેથી, તમે બીજો રસ્તો અપનાવી શકો છો. એ રસ્તો તમારી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીના કસ્ટમર સપોર્ટ સેન્ટર પર જઈને જૂનું સિમ કાર્ડ અને તમારી ઓળખ આપીને નવું કાર્ડ મેળવવાનો છે.
તમે ઘરે આવીને નવા સ્માર્ટફોનમાં, જૂના જ નંબરનું પણ નવી સાઇઝનું કાર્ડ નાખશો.
હવે જૂના ફોનમાંનું જૂનું સિમ કાર્ડ ડીએક્ટિવેટ એટલે કે બંધ થશે અને નવા ફોનમાં નવું સિમ કાર્ડ એક્ટિવેટ થતાં તમે તેનો રોજિંદો ઉપયોગ શરૂ કરશો.
વાત અહીંથી બદલાય છે.
આગળ શું વાંચશો?
- ફ્રોડના કેટલાક કિસ્સાઓ
- આ શું થઈ રહ્યું છે?
- આવું કેમ થઈ શકે છે?
- ઓટીપી વ્યવસ્થા તો અભેદ નથી?
- તો પછી આ કૌભાંડ કેવી રીતે થાય છે?
- પરંતુ નવું સિમ ગમે તે વ્યક્તિને કેમ મળી શકે?
- આવા ફ્રોડથી બચવાનો ઉપાય શો?
ક્વિક નોટ્સ
- સિમ કાર્ડની ભૂમિકા શી છે?
- ઓળખ સાબિતીની પદ્ધતિઓ
- ઓળખ સાબિત કરતા બાયોમેટ્રિક્સ
- ટુ-સ્ટેપ વેરિફિકેશન સલામત કેમ બનાવાય?