વોટ્સએપ વિશે હમણાં ઘણી નકારાત્મકતા જોવા મળી રહી છે, ત્યારે તેના એક ઉપયોગી પાસાં તરફ પણ નજર ફેરવી લઈએ.
વોટ્સએપમાં ઘણા સમયથી, આપણા મિત્રો-સ્વજનો સાથે લોકેશન શેર કરવાની સગવડ હતી. પરંતુ, ત્યારે આપણું ફક્ત સ્ટેટિક લોકેશન શેર થતું હતું એટલે કે સમય સાથે આપણે બીજે ક્યાંય પહોંચી જઈએ તોય વોટ્સએપમાં શેર કરેલો લોકેશનનો મેસેજ તો જૂનું સ્થળ જ બતાવે.
ગયા વર્ષથી વોટ્સએપમાં લાઇવ લોકેશન શેરિંગની સુવિધા મળી છે. તેનો લાભ કેવી રીતે લેવો તે તમે નીચેના સ્ક્રીનશોટ્સની મદદથી સમજી શકશો.